________________
૧-૫૭
વકૅક્તિજીવિત ૯૯ ઉપેક્ષા કરવી ઉચિત ગણાય એવે જે ફલિતાર્થ નીકળે છે તે અત્યંત અનુચિત છે.
આ જ ત્રીજો દાખલે “કુમારસંભવ'માં જોવા મળે છે. પિતાના પરાક્રમથી ત્રણે લેકને જીતનાર તારકાસુરને જીતવાના ઉપાયની વિચારણું વખતે કામદેવ ઈન્દ્રને કહે છે –
સૌંદર્યના કારણે તારા મનમાં પ્રવેશ પામેલી પણ પતિવ્રતને કારણે તારે વશ ન થનારી કઈ પતિવ્રતા પિતે લજજા ત્યજીને તારે ગળે વળગે એમ તું ઈચ્છે છે?”
(કુમારસંભવ, ૩-૭) ૧૨૫ સ્વર્ગના અધિપતિપદ પર પ્રતિષ્ઠિત ઈન્દ્રની પણ આવી ઈચ્છા પૂરી કરવા દ્વારા સૂચિત થતા કોઈ પતિવ્રતાના પતિવ્રત્યને નાશ કરવા રૂપ અવિનયી આચરણનું કથન અત્યંત અનૌચિત્યપૂર્ણ લાગે છે.
આવી ચર્ચા તે કાલિદાસ જેવા કવિની બાબતમાં જ થઈ શકે, જેમની સૂક્તિઓનું સ્વાભાવિક સૌંદર્ય સહજ સૌમાર્યની મુદ્રાવાળું હોય છે. જેઓ કેવળ આહાર્ય એટલે વ્યુત્પત્તિસિદ્ધ કાવ્યરચનાકૌશલને કારણે વખણાતા હોય તેવા કવિઓની બાબતમાં આવી ચર્ચા થઈ શકતી નથી.
સૌભાગ્ય પણ કાવ્યનાં સકલ અંગમાં વ્યાપકપણે રહેલે બીજો ગુણ છે. પદ, વાક્ય, પ્રકરણ અને પ્રબંધમાંના પ્રત્યેકની નાનાવિધ સુંદર કારણ સામગ્રીમાં સહુદ એને સંવેદી શકે છે અને અનેક રસના મિશ્રણને કારણે સુંદર અને અલૌકિક ચમત્કારકારી કાવ્યનું એ એકમાત્ર જીવિત છે. એટલે વિસ્તાર કરવાની જરૂર નથી.
માર્ગનું નિરૂપણ પૂરું કરી હવે ગ્રંથકાર બીજા મુદ્દાની અવતારણા કરે છે.