________________
૨-૫]
વક્રેતિજીવિત ૧૧૩ ત્રીજું ઉદાહરણ–
एतन्मन्दविपक्व पोरे २४ આ શ્લોક પણ પહેલા ઉમેષમાં ૧૦૭મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૮૮) ચોથું ઉદાહરણ
णमह दसाणणसरवसकरतुलिअवलन्तसेलभअविहलं वेवं तथोरथणहरहरकअकठिग्गहं गोरिं ॥२५॥ नमत दशाननसरभसकरतुलितवलच्छैलभयविह्वलम् । वेपमानस्थूलस्तन भरहटकृतकठिग्रहां गौरीम् ॥छाया।।
રાવણે જોરથી હાથ પર ઉઠાવી લેવાને કારણે હાલતા કૈલાસ પર્વત ઉપર ભયથી બેબાકળી બની ગયેલી અને ઊછળતાં ભારે સ્તને સાથે શિવને ગળે વળગી પડેલી ગૌરીને નમસ્કાર હે.” ૨૫ એમાં પણ પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં જુદા જુદા વર્ગોની આવૃત્તિ છે.
આમ વર્ણવિન્યાસવકતાની સમજૂતી આપી તેને ઉપસંહાર કરે છે–
વર્ણના સૌદય અનુસાર (માધુર્યાદિ) ગુણે અને (સુકુમારાદિ) માગનું અનુસરણ કરનારી આ (વર્ણ વિન્યાસ) વકતાને પ્રાચીન ઉભટાદિ આચાર્યોએ (ઉપનાગરિક વગેરે) વૃત્તિના વિચિત્ર કહેતાં સૌંદયથી યુક્ત કહી છે.
વર્ણનું સૌદર્ય એટલે તેના માધુર્ય વગેરે ગુણે (કેટલાક વર્ષે કાનને મધુર લાગે એવા હેય છે તે કેટલાક કઠોર હોય છે.) એ ગુણને ધ્યાનમાં રાખીને જે વસ્તુનું વર્ણન કરવાનું હોય તેને અનુરૂપ વર્ણોની ભેજના કરવી જોઈએ. એમ કરવાથી માધુર્ય વગેરે