________________
૧૧૨ વકૅક્તિજીવિત
[૨-૪ બનાવી દે છે, તેનાં સિદ્ધો અને દેવે વડે પૂજતાં કિરણે સત્વર તમારાં પાપોને નાશ કરો.”
આ કલાકમાં બધે જ કઠોર વર્ણોને ઉપયોગ કર્યો છે તેથી એ વર્ણવિન્યાસવતાનું સુંદર ઉદાહરણ નથી.
તે પછી વર્ણવિન્યાસવકતા કેવી રચવી? તે કે પહેલાં જેની આવૃત્તિ થઈ ગઈ હોય તે વર્ણોને ત્યાગ કરી નવા વર્ણોની આવૃત્તિથી શોભતી.” આમાં બે વસ્તુ છે. (૧) જે વર્ષોની આવૃત્તિ વારે વારે થઈ ગઈ હોય તેને ત્યાગ કરે, અને (૨) નવા વર્ણોની આવૃત્તિ કરવી. આ બંને વાનાંથી શોભતી હોય એવી વર્ણવિન્યાસવકતા રચવી, જેમ કે –
एतां पश्य पुरस्तटीमिह किल क्रीडाकिरातो हरः कोदण्डेन किरीटिना सरभस चूडान्तरे ताडितः । इत्याकर्ण्य कथाद्भुतं हिमनिधावद्रौ सुभद्रापतेमन्द मन्दमकारि येन निजयो दण्डयोर्मण्डनम् ॥
“આ સામેને કિનારે જુઓ, અહીં પહેલાં કિરાત વેશધારી શિવના માથા ઉપર અજુને પિતાના ધનુષને જોરથી પ્રહાર કર્યો હતો. એવી હિમાલય પર્વત ઉપર સુભદ્રા પતિ અજુનની અદ્ભુત કથા સાંભળીને જેણે ધીરે ધીરે પિતાની ભુજાઓને (લડવા માટે તૈયાર કરી.” ૨૨
આ લેક “અભિનવભારતી'ના ૧૬મા અધ્યાયમાં, “સરસ્વતીકંઠાભરણુ”માં અને હેમચન્દ્રના “કાવ્યાનુશાસન'માં ઉતારેલે છે. એમાં પહેલાં પની, પછી “ક” “ડ” અને “તની અને તે પછી “૮”ની “મની અને “ન્દીની અને “ડની આવૃત્તિ જ છે. આમ એમાં ઉપર કહેલાં બંને વાનાં સચવાયાં છે. બીજું ઉદાહરણ–
હંસાંનાં નિલેષ વગેરે. ૨૩ આ લેક પહેલા ઉન્મેષમાં ૭૩મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૫૮) ત્યાં જે.