________________
૨-૪]
વતિજીવિત ૧૧૧
અત્યંત આગ્રહપૂર્વક રચેલી ન હોવી જોઈએ, તેમ કઠેર વર્ષોથી ભૂષિત પણ ન હોવી જોઈએ, પહેલાં જેની આવૃત્તિ થઈ ગઈ હોય તે વર્ણોને ત્યાગ કરી નવા વર્ષેની આવૃત્તિથી શેભતી કરવી જોઈએ.
અત્યંત આગ્રહપૂર્વક રચેલી ન હોવી જોઈએ. એમાં “આગ્રહને અર્થ વ્યસનિતા કરવાનું છે. એટલે કે વર્ષોની ફરી ફરીને આવૃત્તિ એનું વ્યસન લાગ્યું હોય એમ પ્રયત્નપૂર્વક ન રચવી જોઈએ. પ્રયત્ન વગર રચાયેલી હોવી જોઈએ. વ્યસન વળગ્યું હોય એમ પ્રયત્નપૂર્વક રચવા જતાં પ્રસ્તુત ઔચિત્યને હાનિ પહોંચતાં શબ્દ અને અર્થનું પરસ્પરસ્પધી સાહિત્ય સચવાતું નથી. જેમ કે –
મા તળ વગેરે. ૨૦ આ ઉદાહરણ પહેલા ઉમેષમાં ૯મું છે. (પૃ. ૧૦). એને અર્થ અને એની ચર્ચા ત્યાં જોઈ લેવી. તેમ કઠેર વર્ષોથી ભૂષિત પણ ન હોવી જોઈએ જેમ કે –
શીળું પ્રાળગ્ર વગેરે. ૨૧ સૂર્યશતકને આ છઠ્ઠો લોક કાવ્યપ્રકાશમાં સાતમા ઉલ્લાસમાં ૩૦૧માં ઉદાહરણ તરીકે ઉતારે છે.
शीघ्राणांघ्रिपाणीन ब्रणिभिरपघनै घराव्यक्त घोषान् दीर्घाघातानघोधैः पुनरपि घटयत्येक उल्लाघयन् यः धर्मा शोस्तस्य वोऽन्तर्द्विगुणघनघृणानिन्ननिविनिवृत्तेदत्तार्घाः सिद्धसधैर्विदधतु घृणयः शीघ्रमहोविघातम् ॥
“અનેક પાપોને કારણે નાક, પગ અને હાથ ગળી જવાથી ઘાવાળાં બાકીનાં અંગોથી ઘઘર અસ્પષ્ટ અવાજે બોલનારા કેઢિયાઓને, જેના અંતરમાં બેવડી ઘનીભૂત થયેલી દયાથી પાપનું અચૂક નિવારણ કરવાને જેને સ્વભાવ થઈ ગયો છે એ જે સૂર્ય એકલે નીરોગી બનાવી દઈ તેનાં ગળી ગયેલાં અંગાને ફરી નવાં