________________
૨-૩
વક્રાતિજીવિત ૧૦૭
અથવા—
આ ઉમેષના પહેલા ઉદાહરણના પહેલા ચરણમાં આવતા આ ખંડ
सौन्दर्य धू स्मितम् ॥७॥ એમાં બે વાર “ર્ય આવે છે.
એ જ રીતે વન્ધાર પછી હાર શબ્દ વાપરવામાં આવે તે તે આ ત્રીજા પ્રકારનું ઉદાહરણ થાય.
કઠોર રસના નિરૂપણ પ્રસંગે કઠેર વર્ણના અનુપ્રાસનું ઉદાહરણ–
उत्ताम्यत्तालवश्च प्रतपति तरणावांशवी तापतन्द्रीमद्रीद्रोणीकुटीरे कुहुरिणि हरिणारातयो यापयन्ति ।।८।।
સૂર્ય અતિશય તપતાં સૂકાં તાળવાવાળા સિંહ પહાડની તળેટીની ગુફામાં સૂર્યનાં કિરણની ગરમીને લીધે ચડેલી તંદ્રામાં સમય વિતાવે છે.” (કવીન્દ્રવચનામૃત, ૯૦) ૮
અહીં ભયાનક રસ છે એટલે કવિએ ત, ૫, વ,,અને ણ વગેરે કઠોર વણે વારે વારે વાપર્યા છે.
આ પહેલી બે કારિકામાં વર્ણવિન્યાસવક્તાના જે છ પ્રકારે બતાવ્યા છે તે બધામાં વર્ષોની આવૃત્તિ થોડે થોડે અંતરે થવી જોઈએ એમ કહેલું છે. હવે આ ત્રીજે પ્રકાર એ બતાવે છે જેમાં વર્ષે અંતર વગર પાસે પાસે આવૃત્ત થયા હોય.
એ જ વર્ણવિન્યાસવક્રતાનું બીજા એક પ્રકારના વૈચિત્ર્ય કહેતાં સૌંદર્ય મારફતે નિરૂપણ કરે છે –
કેાઈ વાર અંતર રાખ્યા વગરની મનોહર અનુપ્રાસજના પણ સ્વરેના ભેદને લીધે સૌદયને અત્યંત પરિપષક થઈ પડે છે.
કોઈ વાર વાક્યમાં અનિયત સ્થાને અને કઈ વાર તે વચ્ચે અંતર ન હોય તે, એક, બે કે વધુ વર્ષે ફરી ફરી યોજાયા.