________________
૨–૨]
વકૅક્તિજીવિત ૧૦૫ અને ગુણેમાં ક્યા ક્યા વર્ષે વપરાય છે તેને નિર્દેશ કરે છે. સાહિત્યપણમાં ગુણોને લગતે ભાગ આ પ્રમાણે છે :
જે આનંદથી ચિત્ત દ્રવી જાય છે તેને માધુર્ય કહે છે. એમાં પિતાના વર્ગના છેલલા અક્ષર સાથે જોડાયેલા “ટ” વર્ગ સિવાયના બીજા વર્ગોના અક્ષરો વપરાય છે. વળી લઘુસ્વયુક્ત “રકાર અને ણકાર તથા સમાસ વગરની કે થોડા સમાસવાળી રચના માધુર્ય. વ્યંજક હોય છે.
ચિત્તના વિસ્તારરૂપ દીપ્તતાને જ કહે છે. વર્ગના પહેલા અને ત્રીજા વર્ણ સાથે તે જ વર્ગના બીજા અને ચોથા વર્ગને સંગ, ઉપર, નીચે કે બંને બાજુ રેફને એટલે કે “રકારને પ્રયોગ અને ટ, ઠ, ડ, ઢ, શ એ વર્ણો આજે ગુણને અભિવ્યક્ત કરવામાં કારણ બને છે. એમાં સમાસબહુલ ઉદ્ધત રચના હેય છે.
સૂકા લાકડામાં અગ્નિની પેઠે જે ચિત્તમાં એકદમ વ્યાપી જાય છે તે પ્રસાદ બધા જ રસમાં અને રચનાઓમાં આવશ્યક છે.” સાંભળતાંવેંત અર્થને બોધ કરાવે એવા શબ્દો એના વ્યંજક છે.
મમટે કાવ્યપ્રકાશમાં ગુણે, વૃત્તિઓ અને રીતિઓને સમન્વય આ રીતે સાધે છે.
માધુર્યવંજક વર્ષોથી ઉપનાગરિકા, ઓજ પ્રકટ કરતા વર્ષોથી પરુષા અને બાકીનાથી કમલા વૃત્તિ સધાય છે. કેટલાક એને વદર્ભો વગેરે રીતિઓ કહે છે. પહેલા પ્રકારનું ઉદાહરણ –
उन्निद्रकोकनदरेणुपिशङ्गिताङ्गा गुञ्जन्ति मञ्जु मधुपाः कमलाकरेषु । एतच्चकास्ति च रवेर्नवबन्धुजीवपुष्पच्छदाभमुदयाचलतुम्बि बिम्बिम् ॥३॥
ખીલેલાં રક્તકમના પરાગથી પીળાં થયેલાં અંગેવાળા ભ્રમરે કમલ-તલાવડીમાં મધુર ગુંજન કરી રહ્યા છે, અને બપોરિયાનાં ફૂલના ગુચ્છા જેવું ઉદયાચલને ચુંબન કરતું આ સૂર્યનું બિંબ પ્રકાશે છે.”
(શાર્ગધરપદ્ધતિ, ૩૭૨૬) ૩