________________
૧–૪૩]
વાક્તિજીવિત ૮૩
અધાને ભાગ મળે એ અસંભવિત હેાવાથી યાચકો શરમાઈને પાતે જ તેની પાસે જતા નથી. આશ્રયે રહેલાં વૃક્ષે અને વેલીએ સુકાય છે' એમ કહ્યું છે તેથી એમ સમજાય છે કે આવે સંકટને સમયે પણ તેના આશ્રિતા એકનિષ્ઠાપૂર્વક તેને વળગી રહે છે. ‘તું પોતે ધગી રહી છે' એમ કહ્યું છે તેના વ્યંગ્યાર્થ એ છે કે પેાતાના પહેલાં કહેલા આશ્રિત પિરજનાને સંતાષવાની અશક્તિને કારણે એ મનસ્તાપ વેઠે છે, નહિ કે પાતાની સહેજ પણ ભાગલાલસા પૂરી ન પડવાને કારણે. ઉત્તરાથી, પાતાની સ્થિતિ આવી ખરાબ હાવા છતાં એ પારકાના ઉપકાર માથે ચડાવવા ઇચ્છતા નથી તેથી એ સૌની પ્રશસાને પાત્ર છે, એમ સમજાય છે.
ખીજા ઉદાહરણમાં પણુ, સૂર્ય સમુદ્રમાં ડૂબી જાય છે એ તે વિધિનિમત યાગ્ય સમયે બનતી કુદરતી ઘટના છે. પણ કવિની પ્રતિભાએ તેને નવું જ સ્વરૂપ આપ્યું છે. એવું ઘટાવવામાં આવ્યું છે કે સૂર્યના ઉદયથી તેા એના પક્ષના અને સામા પક્ષના બધા જ પદાર્થોં ઢંકાઈ જાય છે, અને તેથી વિધાતાની સૃષ્ટિના બધા જ પદાર્થાને પ્રકાશિત કરવાનું પાતે સ્વીકારેલું વ્રત પાળી શકે એટલા માટે સૂ પાતે જ સમુદ્રમાં ડૂબી જાય છે. નહિ તેા ચંદ્ર, અંધકાર અને તારા વગેરે તે કદી પણ લગારે પ્રગટ ન થઈ શકત, એવી કવિએ નવીનતાભરી રજૂઆત કરી છે, તે વ્યજિત થતી મહાન વ્યક્તિને લાગુ પડતી હાવાથી અત્યંત ચમત્કારી બની જાય છે.
[૪૦] વિચિત્ર માગ”ને જ બીજી રીતે વર્ણવતાં કહે છે, જેમાં વાચ્યવાચકવૃત્તિથી” વગેરે. જેમાં કાવ્યના જે મુખ્યપણે વિવક્ષિત અથ હોય તેને વ્યજિત રાખ્યા હોય છે, કારણ, તે અનિર્વચનીય હાય છે. એ શી રીતે કરવામાં આવે છે? તે કે વાચ્યવાચકવૃત્તિ એટલે કે શબ્દ અને અની શક્તિ સિવાયની અર્થાત્ અભિધા અને લક્ષણા સિવાયની વ્યંજના શક્તિ દ્વારા. ‘વૃત્તિ' શબ્દ અહીં શબ્દાની અર્થ વ્યક્ત કરાવનારી શક્તિ માટે વાપર્યા છે. ‘પ્રતીયમાન' શબ્દની વિગતે સમજૂતી વાકયવકતાની