________________
૧-૫૫]
વકૅક્તિજીવિત ૯૫ આ લેકમાં દાનવીર રાજા રઘુના સ્વભાવનું પ્રશંસાપૂર્વક વર્ણન કરતાં મુનિએ પિતાના અનુભવસિદ્ધ વ્યવહારને અનુસરીને (નીવારના છોડની ઉપમા આપી) અલકાર યોજના કરી છે તેથી ઔચિત્ય પરિપષ્ટ થયું છે. અહીં વક્તાના સ્વભાવે વાચ્યાર્થને એટલે કે રઘુના ઔદાર્યને લગભગ ઢાંકી દીધું છે.
છતાના સ્વભાવથી વાયાઈ દબાઈ ગયું હોય એવું ઉદા. હરણ
ભ્રમરે અશોકપુપના ગુચ્છોને રસ ચૂસી રહ્યા હતા અને તેની ડાળે નવાં પાંદડાં હાલતાં હતાં તે ગાઢ ચુંબન અટકાવવા હાથ હલાવતી વધૂઓની નકલ જેવું લાગતું.” (કિરાતાજુનીય, ૮-૬) ૧૧૯
અહીં સાંભળનાર વધુ જનેને અશોકની ડાળનું આવું વર્ણન પિતાના અનુભવ અનુસાર ઔચિત્યપૂર્ણ લાગે છે. એવું જ બીજું ઉદાહરણ–
“હે પ્રિય સખી, નાન કરવા જનારાઓ વાવને કાંઠે આવેલી કુંજે જુએ છે. એ કે જે તેમને હાથથી પકડતી નથી, કશું કહેતી પણ નથી, છતાં એમને પાછા વળવા દેતી નથી.” ૧૨૦
અહીં અનુભવનાર કોઈ સ્ત્રી એટલી તે ભેળી છે કે તેના એ સ્વભાવનું સૌદર્ય વાચ્યાર્થીને ઢાંકી દે છે અને તેથી ઔચિત્યને પરિપિષ થાય છે. આમ, ઔચિત્ય સમજાવ્યા પછી સૌભાગ્ય સમજાવે છે –
૫૫ એ બધી (શબ્દ વગેરે) ઉપાદેય સામગ્રીમાંથી જેને માટે કવિની પ્રતિભા સારી રીતે પ્રયત્ન કરે છે, તેને ગુણ સૌભાગ્ય કહેવાય છે.
કવિ આગળની શબ્દ વગેરે નાનાવિધ સામગ્રીમાંથી કવિની પ્રતિભા જે એક વસ્તુ માટે સાવધાનતાપૂર્વક પ્રવૃત્ત થાય છે, એટલે