________________
૬ વાક્તિજીવિત
[૧-૫૬
કે પ્રયત્ન કરે છે તે વસ્તુ પ્રસ્તુત બની જાય છે એટલે કે કાવ્યના વિષય અની જાય છે, અને તેથી તેમાં જે ગુણ પ્રગટે છે, તેને સૌભાગ્ય કહે છે.
એ સૌભાગ્ય ગુણ કેવળ પ્રતિભાના વ્યાપારથી સિદ્ધ થત નથી, પરંતુ કાવ્યરચનાની સમગ્ર સામગ્રી ભેગી થાય ત્યારે એ સિદ્ધ થાય છે. માટે કહે છે—
૫૬
(એ સૌભાગ્ય) સવ` સપત્તિના વ્યાપારથી સિદ્ધ થાય છે અને સહૃદયે ને એ અલૌફિક આનદ આપનાર તથા કાવ્યનુ` એકમાત્ર જીવિત છે.
બધી સામગ્રી એટલે (પ્રતિભા, વ્યુત્પત્તિ, વક્રોક્તિ, ગુણ, માર્ગ વગેરે કાવ્યેાચિત) બધી જ સામગ્રીની જે સંપત્તિ કહેતાં અનવદ્યતા અથવા પરાકાષ્ઠા તેના પરિસ્પ’દથી કહેતાં વ્યાપારથી સિદ્ધ થતું. વળી કેવું ? તા કે સહૃદયાને અલૌકિક આનંદ આપનાર. વધુ શું કહેવું, એ જ કાવ્યનું એકમાત્ર જીવિત છે, એવા અહી અર્થ છે જેમ કે—
છાતી ઉપર અને બગલા સુધી સ્તનાના ઉભાર ફેલાયા છે, આખામાં સ્નેહભર્યા કટાક્ષા શરૂ થાય છે, સ્મિતસુધાથી સીંચેલા શબ્દો ઉચ્ચારતાં ભમરો નાચતાં શીખી ગઇ છે, ચિત્તમાં કામના અંકુર ફૂટવા લાગ્યા છે અને બધાં અગાએ લાવણ્યને વધાવી લીધું છે — તન્ત્રીના શરીરમાં તારુણ્યના પ્રવેશ થતાં ધીમે ધીમે તેની કાન્તિ જ કંઈ ઓર થઈ જાય છે.” (કાવ્યાનુશાસન, ૬૯૭) ૧૨૧
આ શ્લેાકમાં સ્ત્રીના શરીરમાં યૌવનના પહેલા પ્રવેશ થતાં તેના આકારમાં, ચિત્તમાં અને તેની ચેષ્ટાઓમાં જે વૈચિત્ર્ય દાખલ થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યુ છે. છાતી ઉપર સ્તનાના ઉભાર ફેલાયે છે, અંગોએ લાવણ્યને વધાવી લીધું છે એમાં આકારના સૌંદર્યાં. સૂચન છે; કામના અંકુર ફૂટવા લાગ્યા છે