________________
૧–૫૩]
વકૅક્તિજીવિત ૯૭. માલૂમ પડશે. એ કાવ્ય સુકુમાર અને વિચિત્ર માર્ગ બંનેનાં લક્ષણવાળાં જોવા મળશે, એટલે તેમને મધ્યમ માર્ગના નમૂના ગણવાં. એ જ રીતે, કાલિદાસ, સર્વસેન વગેરેનાં કાવ્ય સ્વાભાવિક સકુમાર માર્ગના નમૂના ગણવા. એ જ રીતે, ભટ્ટ બાણના હર્ષ ચરિતમાં પુષ્કળ વિચિત્રવકતા જોવા મળે છે. ભવભૂતિ અને રાજશેખરનાં બંધસૌંદર્યને લીધે સુંદર લાગતાં મુક્તકોને પણ આ વાત લાગુ પડે છે. આમ, સહૃદયેએ જ દરેક કાવ્ય વિશે નિર્ણય કરે. અમે અહીં ત્રણે માર્ગોનાં લક્ષણોનું દિગ્દર્શન જ કર્યું છે. કારણ, ઉત્તમ કવિના કૌશલના પ્રકારનું પૂરું સ્વરૂપવર્ણન કદી કોઈ કરી શકે એમ નથી. ત્રણે માર્ગોમાં ચારે ગુણો સમુદાયના (એટલે કે આખા કાવ્યના) ધર્મ તરીકે રહેલા હોય છે. એ કેવળ શબ્દ વગેરેના ધર્મ નથી હોતા, એ તેમનાં લક્ષણો બતાવતી વખતે કહેલું જ છે.
પિતાપિતાના ગુણને લીધે રમણીય એવા ત્રણે માર્ગોની સમજૂતી આપ્યા પછી હવે ત્રણે માર્ગોને સામાન્ય એવા ગુણોનું સ્વરૂપે વર્ણવે છે–
૫૩ કથનના ચિયથી વસ્તુના સ્વભાવના ઉત્કર્ષને સ્પષ્ટરૂપે જે પશે તે ઔચિત્ય પદાર્થોનું સ્વભાવાનુરૂપ વર્ણન કરવું એ જ એને પ્રાણુ છે.
ઔચિત્ય એ એક કાવ્યગુણ છે. એ કેવો છે? તે કે એને લીધે સ્વભાવ કહેતાં પદાર્થને ઉત્કર્ષ કહેતાં મહત્ત્વ સ્પષ્ટરૂપે પિષાય છે. પ્રકાર શબ્દ અહીં અભિધા કહેતાં કથનના વૈચિત્ર્યના અર્થમાં વાપરે છે. ઉચિત રીતે કથન કરવું એ જ એનું જીવિત કહેતાં સારતત્વ છે. એને અનુકૂળ હોય એવા અલંકારો જ શોભારૂપ થઈ પડે છે. જેમ કે
“બંનેએ રૂદ્રાક્ષની માળા હાથમાં લીધી છે, ભયને લીધે બંનેના હાથ ઠરી ગયા છે, બંનેએ સુંદર જટા બાંધી