________________
૮૨ વક્રોક્તિજીવિત
[૧-૪૩ અનુરૂપ સહદના હૃદયને આનંદ આપે તેવું કોઈ અપૂર્વ રૂપાન્તર કરી નાખે છે. જેમ કે –
“હે મભૂમિ, તું પિતે ધગી રહી છે, તારે આશ્રયે રહેલાં વૃક્ષ અને વેલીઓ સુકાય છે, વટેમાર્ગુઓ તને ટાળે છે, ન છીપે એવી તરસ સાથે તારે મૈત્રી છે, એ કર્યો અનર્થ કહેતાં આક્ત છે જેને તને અનુભવ નથી ? પણ એક બાબતમાં તું નસીબદાર છે કે ચાંગળું પાણીના સ્વામી બની ગર્વથી ગર્જના કરતા મામૂલી મેઘે તારા ઉપર ઉપકાર કરવા તૈયાર નથી થતા.” (સુભાષિતાવલી, ૯૪૮) ૯૮ અથવા–
“વિધાતાની બધી સૃષ્ટિમાં એકમાત્ર તેજને ધારણ કરનાર અને પ્રકાશિત કરનાર સૂર્ય જે થોડા સમય માટે સમુદ્રમાં ડૂબી ન જતું હોય તે એ શી રીતે અંધકારને, ચંદ્રને અને આ વિશાળ તારામંડળને સ્પષ્ટપણે પ્રકાશિત કરી શકત ?” ૯૯
ઉપરના પહેલા ઉદાહરણમાં કવિએ જગતમાં નિંદ્ય ગણાતી મરૂભૂમિને પિતાની પ્રતિભાને જેરે લોકોત્તર ઉદારતાના પરમ શિખરે ચડાવી દઈને તેનું એવું એક નવું જ સ્વરૂપે પ્રગટ કર્યું છે, જેને વ્યંજનાથી બંધ થતાં આપણને એમ થાય છે કે આપણી પ્રશંસાને પાત્ર ઉદારતાના હજારે દાખલા મેજૂદ હોવા છતાં ખરેખર ઉદાર કહી શકાય એવો દાખલે તે આ મરભૂમિને જ છે, એવું અહીં તાત્પર્ય છે. - અવયનો અર્થ કરીએ તે, તરસને, તૃષાને ન છીપે એવી વિશેષણ લગાડયું છે તેથી એમ સમજાય છે કે વ્યંજિત (નિર્ધન) વ્યક્તિને ત્રણે લેકનું રાજ્ય મળે તોયે સંતોષ થાય એમ નથી. વટેમાર્ગુઓ ટાળે છે એમ કહ્યું છે તેથી એમ સમજાય છે કે (વ્યંજિત નિર્ધન વ્યક્તિ) ઉદાર હોય તે પણ (તેની સંપત્તિમાંથી)