________________
૧–૪૮, ૪૯-૫૧]
વકૅક્તિજીવિત ૮૯
૪૮ આ વિચિત્ર માર્ગમાં પ્રૌઢિએ રચેલું અતિકમળ પણ નહિ તેમ અતિ કઠેર પણ નહિ એવું આભિજાત્ય મનહર થઈ પડે છે. પ્રૌઢિએ રચેલું એટલે કવિના સઘળા કૌશલે રચેલું. જેમ કે –
“હે સુતનુ, કહે તે ખરી, હથેલીને પથારી કરી સૂતેલે અને દબાવાને લીધે વધુ ફી પડેલો તારે ગાલ કામદેવરૂપી રાજાની લીલાના યુવરાજપદે કેના અભિષેકનું સૂચન કરે છે ?” (કાવ્યપ્રકાશ, ૭-રર૩) ૧૦૯
આ રીતે સુકુમાર માર્ગમાં કહેલા (માધુર્ય, પ્રસાદ, આભિજાત્ય અને લાવણ્ય) ગુણો જ વિચિત્ર માર્ગમાં કોઈ ને અતિશય પ્રાપ્ત કરે છે.
આ પહેલાંના (સુકુમાર) માર્ચમાં કહેલા આભિજાત્ય વગેરે ગુણો અહી (વિચિત્ર માર્ગમાં) આહાય (એટલે કે કવિની વ્યુત્પત્તિ વગેરેથી ઉત્પન્ન થતા લેકોત્તર ચમત્કારરૂ૫) સંપત્તિ પ્રાપ્ત થતાં, ન જ ઉત્કર્ષ પામે છે. ૧૧૦
આ અંતરક છે.
આમ, વિચિત્ર માર્ગનું નિરૂપણ કર્યા પછી મધ્યમ માર્ગનું નિરૂપણ કરે છે –
જેમાં ચિય અને સૌમાર્યનું મિશ્રણ હેય છે, એ બંને સહજ અને આહાય સૌદર્યથી શોભતાં હેય છે,
જેમાં માધુર્યાદિ ગુણે મધ્યમ વૃત્તિને અનુસરીને બંધના સૌદર્યાતિશયને પિતા હોય છે;