________________
૧-૩૪-૪૩]
વક્રોક્તિજીવિત ૭૯ પહેલા ઉદાહરણનું વિગતે કરેલું વિવરણ આને પણ લાગુ પડે છે.
એવું જ બીજું ઉદાહરણ– “શું તારુણ્યતરુ તણી રસભરી ફૂટી નવી વલ્લરી, કે લીલાલહરંત આ લહર છે લાવણ્યના સિંધુની, કે આલિંગન કાજ વ્યાકુલ થતા પ્રેમીજને કારણે છે સાક્ષાત્ ઉપદેશયષ્ટિ અથવા શૃંગારના દેવની ?”
| (સુભાષિતાવલી, ૧૪૭૧) ૯૨ આ લેકમાં રૂ૫કાલંકાર છે, અને તેમાં સૌદર્યને અતિશય પ્રગટ કરવા માટે સંદેહાલંકારવાળી ઉક્તિ જવામાં આવી છે, તે ચિત્તને ચમકાવનારી છે. બાકીનું પહેલાં બે ઉદાહરણોની જેમ સમજી લેવું.
[૩૬-૩૭] વળી એ માર્ગ કે છે? તે કે જેમાં રત્નનાં કિરણની કરે છે. કેવી રીતે ? તે કે કંકણ વગેરે અલંકારોની પિઠે. એ અલંકારો કેવા? તે કે રત્નનાં કિરણેની છટાથી ઝળહળતા. કેવી રીતે ? તે કે કાન્તાના શરીરને પિતાના ઝળહળાટથી ઢાંકી દઈને શોભાવે છે તે જ રીતે ઉપમાદિ અલંકારો પણ શોભાવે છે. એ અલંકારે પિતાના ભાતિશયમાં રહેલા અલંકાર્યને પ્રકાશિત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એ કાવ્યમાં અલંકારને મહિમા જ પ્રધાન હોય છે અને તેની જ શોભાના અતિશય વચ્ચે રહેલે અલંકાય પણ એથી શોભે છે. જેમ કે –
ઓ રાક્ષસો, ગભરાઓ નહિ. આર્ય(રામચંદ્ર)ના સંગ્રામરૂપી મહોત્સવમાં તમારામાંથી કઈ ભાગ પામ્યા વગર નહિ રહે. તમે ઘણા છે તેથી શું થઈ ગયું? આમ ઊંચા નીચા શા માટે થાઓ છે? તેમની ઉદાર ભુજાઓના અગ્નિમાંથી છૂટતાં બાણેની સંપત્તિ પૂરી થઈ ગઈ નથી.”૯૩ આ શ્લેકમાં યુદ્ધનું મહત્સવના રૂપક વડે એવી રીતે વર્ણન