________________
૧-૩૪-૩]
વકૅક્તિજીવિત ૭૫ ભેગ કરવાને પાત્ર નાયકને જ અનુભવગોચર થાય છે, પણ તેનું લાવણ્ય તે સત્કવિઓની વાણીના સૌંદર્યની પેઠે બધા જ માણસને અનુભવગોચર થતું હોય છે, એ અમે પહેલાં કહ્યું જ છે, માટે વિસ્તાર કરવાને અર્થ નથી.
આમ, સુકુમારમાર્ગનું લક્ષણ આપ્યા પછી વિચિત્રમાર્ગનું લક્ષણ આપે છે.
૩૪ પ્રતિભાના પ્રથમ પ્રાકટચ વખતે જ જેમાં શબ્દાથની અંદર વકતા સ્કુરતી લાગે;
૩૫
જેમાં કવિઓ એક અલંકારથી સંતોષ ન પામતાં હારમાં મણિબંધની પેઠે એક અલંકારમાં બીજે. અલંકાર ઉમેરે છે;
જેમાં રત્નનાં કિરણેની છટાના બાહુલ્યથી ઝળહળતાં આભૂષણે કાતાના શરીરને ઢાંકી દઈને શોભાવે છે,
૩૭
તેમ ઝળહળતા અલંકારે પોતાના શેભાતિશયની અંદર રહેલા અલ કાર્યને પ્રકાશિત કરે છે.
૩૮ જેમાં અનૂતન વર્ષ વિષય પણ ઉક્તિવૈચિત્ર્યમાત્રથી કઈ પરાકાષ્ઠાને પહોંચાડાય છે;
૩૯
જેમાં કવિની પ્રતિભાને બળે સામાન્ય પદાર્થો પણ કવિની રુચિ અનુસાર જુદા જ (સૌદર્યયુક્ત) બની જાય છે;