________________
૭૪ વક્તિ જીવિત
[૧-૩૩ શબ્દથી ઓળખાવી શકાય એમ નથી. એ જ રીતે કાવ્યમાં સ્વભાવથી કમળ છાયા હોય તે આભિજાત્ય શબ્દથી નિદેશાય છે.
કઈ કદાચ એમ કહે કે (આનંદવર્ધન વગેરે) કેટલાકે પ્રતીયમાન વસ્તુ લલનાના લાવણ્ય જેવું હોવાથી તેને લાવણ્ય કહ્યું છે. જેમ કે –
प्रतीयमान पुनरन्यदेव वस्त्वस्ति वाणीषु महाकवीनाम् । यत्तत्प्रसिद्धावयवातिरिक्त विभाति लावण्यमिवाङ्गनासु ॥
| (વન્યાલક, ૧-૪) (પણ પ્રતીયમાન તે મહાકવિઓની વાણીમાં રહેલી, પ્રસિદ્ધ અવયથી ભિન્ન નારીના દેહમાં વિલસતા લાવણ્ય જેવી, જુદી જ વસ્તુ છે.)
તે પછી તમે બંધસૌંદર્યમાત્રને લાવણ્ય કેમ કહે છે? એના જવાબમાં ગ્રંથકાર કહે છેઃ એ કંઈ દેષ નથી. કારણ, એ. દષ્ટાંતથી તે એટલું જ સિદ્ધ થાય છે કે વાર-વાચકરૂપ પ્રસિદ્ધ અવયથી ભિન્ન રૂપે પ્રતીયમાન વસ્તુનું અસ્તિત્વ હોય છે. પરંતુ એથી કંઈ બધા જ પુરુષના લોચનથી ગ્રહણ કરાતું લલનાનું લાવણ્ય અને કેવળ સહદથી જ અનુભવાતું પ્રતીયમાન વસ્તુ, એ બંને સરખાં છે એવું કહી ન શકાય. વળી, પદ અને પદાર્થ ન જાણવાવાળાઓનું પણ શ્રવણમાત્રથી હૃદય હરી લેનાર રચના સૌષ્ઠવને જ લાવણ્ય કહી શકાય.
કહેવાને અર્થ એ છે કે, જેમ લલનાનું લાવણ્ય સાધારણ માણસને પણ અનુભવગોચર થાય છે, તેમ કાવ્યનું બંધસૌંદય પણ પદપદાર્થના જ્ઞાન વગરના સામાન્ય માણસને પણ શ્રવણમાત્રથી અનુભવગોચર થાય છે. એટલે એ બંધસૌંદર્યને જ લાવણ્ય કહેવું યોગ્ય છે.
પણ પ્રતીયમાન વસ્તુ તે કાવ્યના મર્મને જ અનુભવગોચર થાય છે. જેમ કામિનીનું કેટલુંક સૌભાગ્યસૌદર્ય તે તેને ઉપ