________________
૧-૩૩]
વક્રોક્તિજીવિત ૭૩ એ. અહીં સહેલાઈથી સ્પશી શકે એ પ્રયોગમાં અતિશક્તિ છે. (કારણ, આભિજાત્ય ગુણ અમૂર્ત હોઈ એને સ્પર્શ કરી ન શકાય, તેમ ચિત્ત પણ અમૂર્ત હોઈ કશાને સ્પર્શ કરી ન શકે.) એટલે અહીં અર્થ એ લેવાને કે જે બંને વસ્તુ સ્પર્શોગ્ય હોય અને તે એકબીજાને સ્પર્શે તે સૈકુમાર્યને લીધે જે સ્પર્શમુખને અનુભવ થાય તે અનુભવ કરાવે એ. આહાર્ય એટલે કૃત્રિમ રીતે મેળવેલી નહિ, પણ સ્વાભાવિક કમળ છાયાવાળે જે ગુણ તે આભિજાત્ય કહેવાય, એવે અહીં અર્થ છે. જેમ કે–
“જે(કાર્તિકેયના મેર)નું ખરી પડેલું તિલેખાથી વીંટળાયેલું પીંછું, પાર્વતી પુત્ર પ્રેમને લીધે કમલદલને સ્થાને કાને ધારણ કરે છે.” (મેઘદૂત, ૧-૪૪) ૮૭
અહીં શ્રવણસુભગતા અને સ્વભાવથી જ કમળ છાયા (રૂપ આભિજાત્ય) સહૃદયે સંવેદી શકે એ રીતે કુરે છે.
અહીં કોઈ એવી શંકા કરે કે લાવણ્ય અને આભિજાત્ય એ તે લેકેત્તર રમણી સૌંદર્યરૂપ વસ્તુના ધર્મ તરીકે પ્રસિદ્ધ છે, તે કાવ્યના ગુણ શી રીતે બની શકે ?
એ શંકા બરાબર નથી. કારણ, એ રીતે જોઈએ તે તે પહેલાં સ્વીકારેલા માધુર્ય અને પ્રસાદ એ બે ગુણો પણ કાવ્યના ધર્મ ન બની શકે. એમ જુઓ તે, માધુર્ય એ તે ગોળ વગેરે ગળી વસ્તુના ધર્મ તરીકે જાણીતું છે, તેમ છતાં આનંદ આપવાના સામાન્ય ગુણને લીધે ઉપચારથી એ કાવ્યને ગુણ પણ કહેવાય છે. એ જ રીતે, પ્રસાદ એ સ્વચ્છ જળના કે ફટિકના ધર્મ તરીકે જાણીતું છે, પણ સ્પષ્ટપણે દેખાડવાના સામાન્ય ગુણને લીધે ઉપચારથી ઝટ પ્રતીતિ કરાવવાની શક્તિ માટે પણ એ વપરાય છે. એ જ રીતે, કાવ્યમાં કવિની પ્રતિભા અને કૌશલથી સધાતું કાન્તિને લીધે કમનીય રચનાસૌંદર્ય ચિત્તમાં ચમકાર પિદા કરવાના સામાન્ય ગુણને કારણે ઉપચારથી લાવણ્ય સિવાય બીજા કોઈ