________________
વાક્તિજીવિત ૭૧
+
સમાસ વગરનાં પદો, (૨) પ્રસિદ્ધ અવાચક શબ્દો, (૩) ફ્રાન્વયના અભાવ અને (૪) સમાસ હોય તેણે તે તરત સમજાય એવા હાય. ત' (અભિપ્રાય) શબ્દ અહીં તાત્પર્યંના સૌદર્યના અથમાં વપરાય છે.
ઉદાહરણ—
૧-૩૧]
બરવાળા શિયાળા પૂરા થતાં કિંપુરુષોની સ્ત્રીએના હાઠ સાફ થઈ ગયા, તેમના મોઢાની કાન્તિ સફેદ થઈ ગઈ અને તેમના ગાલ ઉપરના પત્રવિશેષામાં પસીના દેખાવા લાગ્યા.” (કુમારસંભવ, ૩–૩૩) ૮૨
આ શ્લોકમાં સમાસ વગરનાં પદો વગેરે બધાં જ લક્ષણા મેાજૂદ છે. અને વિવિધ પ્રકારના પત્રવિશેષકેાના વૈચિત્ર્યથી સધાયેલુ સ્ત્રીઓનાં વદનનું સૌંદર્યાં મેાતી જેવાં પ્રસ્વેદખિ'દુએથી એર ખીલ્યું છે, તે પણ બરાબર સ્પષ્ટ રીતે અનુભવાય છે.
એનું જ બીજું ઉદાહરણ—
“આની સાથે તું તાલવનના મર્મર શબ્દથી ગાજતા સમુદ્રતીરે વિહાર કર. દૂર દૂરના દ્વીપામાંથી લવિંગનાં ફૂલની સુગંધ લઈને આવતા વાયુ તારા સ્વેદને હરી લેશે.” (રઘુવ'શ, ૬-૫૭) ૮૩
આ બંને દાખલા રસવિષયક સૌદર્યના છે. હવે વાક્તિ એટલે અલંકારવિષયક સૌંદય ના દાખલેા આપે છે.
અલકારની અભિવ્યક્તિનું ઉદાહરણ— “બાલચંદ્રના જેવાં વાંકાં” —૮૪
આ લેાક પહેલાં ૭૫મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૬૬). એમાં ચંદ્રને આપેલી નખક્ષતની ઉપમા અત્યંત સુંદર છે.
આમ, પ્રસાદણની સમજૂતી આપી હવે લાવણ્યની સમજૂતી આપે છે—