________________
૧-૨૫-૨૯]
વકૅક્તિજીવિત ૬૯ સધાયેલું-unpremeditated) કૌશલ એમાં હોય તે તે “આટલું છે એવું તેને વિશે કેમે કહી શકાતું નથી, માત્ર અત્યંત ઉત્કૃષ્ટ રૂપે (ભાવકના) ચિત્તમાં અનુભવાય છે. (અર્થાત, તે શબ્દમાં વર્ણવી શકાતું નથી, માત્ર અનુભવી જ શકાય છે.)
વળી કે? તે કે વિધાતાના કૌશલથી સધાતા નિર્માણના અતિશય એટલે કે સુંદર સૃષ્ટિ જે. અર્થાત્ બ્રહ્માના કૌશલથી રચાયેલી રમણીના લાવણ્ય વગેરે જેવી સૃષ્ટિની જેને ઉપમા આપી શકાય છે. અર્થાત્ જેમાં બ્રહ્માની પેઠે કવિનું કૌશલ પણ અકળ હોય એ. જેમ કે –
“ઈન્દ્રને જીતનાર લકેશ્વર(રાવણ)ને પણ જે(કાર્તવીર્ય અર્જુન)ના કારાગારમાં, પણ છથી બાંધેલી હાઈ ભુજાઓ હાલચાલી ન શકે અને દસે મેઢાંમાંથી નિઃશ્વાસ પડ્યા કરે એવી દશામાં, તેની મહેરબાની થતાં સુધી પુરાઈ રહેવું પડયું હતું.” ૮૦
આ લોકમાં બીજો કોઈ વિશેષણે વગર જ કવિની પ્રતિભાનું પરિણામ ચરમ ઉત્કર્ષને પામ્યું છે.
ઇન્દ્રને પણ હરાવનાર રાવણની લાચાર દશાનું વર્ણન કવિએ બે જ ક્રિયાવિશેષણ – સ્થાનિધ્યમુઝેન અને વિનિઃશ્વવત્રરંગ –થી એવું આબાદ કર્યું છે કે બીજા કોઈ વિશેષણની જરૂર જ રહેતી નથી – એ જ કવિની પ્રતિભાને ઉત્કર્ષ બતાવે છે.
સુકુમાર માર્ગનું વર્ણન કરતા ઉપરના પાંચ કલેકના કુલકમાંના પહેલા લેકમાં પ્રધાનપણે શબ્દ અને અલંકારના સૌંદર્યનું પ્રતિપાદન કરેલું છે. બીજામાં વર્ણનીયના સૌંદર્યનું અને ત્રીજામાં બીજી યુક્તિઓ ઉપર આધાર રાખવાની જરૂર ન પડે એવી રચનાના સૌંદર્યનું પ્રતિપાદન કરેલું છે. ચોથા લેકમાં એમ કહ્યું છે કે વૈચિત્ર્ય પણ સૌકુમાર્યને અવિરોધી હોવું જોઈએ. અને પાંચમામાં વિષય અને વિષયના સૌકુમાર્યનું પ્રતિપાદન કરેલું છે.