________________
૧-૨૫-૨૯]
વતિજીવિત ૬૭ પણ તિરસ્કારપાત્ર લાગે. “રઘુવંશ'માંનું મૃગયાવર્ણનને લગતું પ્રકરણ એનું ઉદાહરણ છે. જેમ કે –
“જેની આગળ ગર્વભર્યો કાળિયાર ચાલતું હતું અને જેમાં હરણનાં ધાવતાં બચ્ચાં ભાગતી હરિણીઓની ગતિને વારે વારે અવરોધતાં હતાં એવું મોઢામાં ઘાસવાળું હરણનું ટોળું તેની સામે આવ્યું.” (રઘુ ૮-૫૫) ૭૬ એવું જ બીજું ઉદાહરણ “કુમારસંભવ'માં આવે છે. ત્યાં
“ડાંએ પિતાના ભાવ ક્રિયા દ્વારા વ્યક્ત કર્યા.” (કુમાર) ૩-૧૧) ૭૭ એમ કહીને પછી પ્રાણીઓના ધર્મનું વર્ણન કરતાં કહ્યું છે--
કાળિયારે સ્પર્શ સુખથી જેણે આંખ મીંચી દીધી છે એવી હરિણીને શિંગડા વતી ખંજવાળી.”
(કુમાર૦ ૩-૩૬) ૭૮ આ બંને ઉદાહરણમાં પ્રાણીઓની સ્વાભાવિક ક્રિયાઓનું જ વર્ણન છે અને છતાં એ સ્વભાવવર્ણન એવું ચમકારક છે કે સહદોને આનંદ આપે. સ્વભાક્તિવાદી અને સ્વભાતિ અલંકારનાં ઉદાહરણ કહે, પણ કુંતક તે સુકુમાર માર્ગને અવલંબીને કરેલું ચમત્કારક સ્વભાવવર્ણન હાઈ એને વક્તિ જ કહે.
વળી કે? તે કે રસાદિના રહસ્યને જાણનારાઓના મન:સંવાદને લીધે સુંદર. રસ એટલે શૃંગાર વગેરે, અને આદિ એટલે રતિ વગેરે. (સ્થાયીભાવ, ભાવ, ભાવાભાસ વગેરે) પણ સમજી લેવા. એને રહસ્યના જાણનારા એટલે તદ્વિદે, સહૃદયે. તેમને મનઃસંવાદ એટલે હૃદયસંવેદના, પોતાને અનુભવ થયે હોય એ રીતે સાક્ષાતકરવું તે. એને લીધે સુંદર એટલે કે સહદના હૃદયને આનંદ આપે એવા વાક્યની રચના, એ અર્થ છે. આનાં ઉદાહરણ “રઘુવંશમાંના રાવણને મારીને પુષ્પકમાં પાછા ફરેલા રામે સીતાને “તારા વિરહથી દુઃખી થયેલા મેં અમુક અમુક પ્રદેશમાં