________________
૧-૨૫-૨૯]
વતિજીવિત ઉપર સૌંદર્યને પિષે છે જેમ કે “પ્રવૃદ્ધતા અને “તવી” એ બે વાચકો કહેતાં શબ્દ (પહેલે નરજાતિને અને બીજો નારીજાતિને હાઈ) (પ્રસ્તુત દિવસના અને રાત્રિના) સુંદર સ્વભાવ માત્રનું વર્ણન કરવા આવેલા હોઈ (પતિના સંતાપ અને પત્નીની કૃશતારૂપ) બીજા અર્થની પ્રતીતિ કરાવતા નથી. એને અર્થ એ છે કે પ્રતાપ અને તન્વી એ બંને શબ્દો દિવસના તાપને અને રાત્રિની ક્ષીણતાને તેમ જ પતિના સંતાપને અને પત્નીની કૃશતાને બંનેને સૈલેષને લીધે બંધ કરાવી શકે એમ છે, પણ આ લેક ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરવા લખાય છે એટલે એની અભિધા દિવસરાતને લગતા અર્થ પૂરતી મર્યાદિત થઈ ગઈ છે એટલે તે પતિપત્નીને લગતા બીજા અર્થને બંધ કરાવી શક્તી નથી, પરંતુ કવિના કૌશલથી પ્રગટ થતી બીજા પ્રકારની પ્રતીતિને અનુકૂળ છે એટલા માત્રથી એ બે શબ્દો તદ્વિદાલાદકારિતાને પામે છે.
એ બીજો પ્રકાર શો છે? તે કે બીજા અર્થની પ્રતીતિ કરાવનાર તરીકે વિરોધ અને વિમિન એ બે શબ્દોને પ્રવેગ. એને લીધે બીજો અર્થ કરવામાં મદદ મળે છે. જેમ કે, ઉપમેયરૂપ રાત્રિ અને દિવસ બે ભેગાં રહી શકતાં નથી એ વિરોધ, અને બંનેના સ્વભાવ જુદા છે એ બંનેની ભિન્નતા છે. અને ઉપમાનરૂપ પતિપત્નીમાં ઈર્ષ્યાકલહરૂપ વિરોધ અને રેષને લીધે જુદાં રહે એ ભિનતા. “તિમાત્ર” અને “અર્થ એ બે ક્રિયાવિશેષણે બંને પક્ષોની લાગણુની અતિશયતાની પ્રતીતિ કરાવતાં હોઈ ખૂબ જ રમણીય લાગે છે. શ્લેષની છાયા સામાન્ય રીતે કલેશસાધ્ય હોવા છતાં અહીં અનાયાસ આવી છે એટલે મને હર થઈ પડી છે.
| [૨૫] વળી એ માર્ગ કે છે? તે કે અમ્યાન પ્રતિભામાંથી ફૂટી નીકળેલા નવા શબ્દાર્થને લીધે સુંદર. અમ્લાન એટલે દોષરહિત, પૂર્વજન્મના અને આ જન્મના સંસ્કારને લીધે પ્રૌઢ