________________
૬૪ વકૅક્તિજીવિત
[૧-૨૫–૨૯ આ પાંચ કારિકાઓનું એક વાક્ય છે અને એમાં સુકુમાર માર્ગની વ્યાખ્યા આપેલી છે. ગ્રંથકાર વૃત્તિમાં એની વિગતે સમજૂતી આપે છે. એમાં કારિકાના ક્રમને ન અનુસરતાં વાક્યના અન્વય અને અર્થને અનુસરી પહેલાં ૨૯મી કારિકા લીધી છે અને ત્યાર પછી અનુક્રમે ૨૮, ૨૫, ૨૬ અને ૨૭ કારિકાઓ સમજાવી છે.
[૨૯] પહેલાં જેને ઉલ્લેખ કર્યો હતો અને ઉપર જેની વ્યાખ્યા આપી છે તે માર્ગનું નામ સુકુમાર છે. એ માર્ગે કાલિદાસ વગેરે ઉત્તમ કવિઓ ગયા છે, એટલે કે તેમણે એ માર્ગને અનુસરીને કાવ્ય રચ્યાં છે. કેવી રીતે ગયા છે? તે કે ખીલેલાં કુસુમેના વનમાં થઈને ભ્રમરે જાય તેમ. ખીલેલાં કુસુમેના વન સાથે સરખામણી કરી છે અને વ્યંગ્યાર્થ એ છે કે એ માર્ગ કુસુમેની સુકુમારતા જેવું આભિજાત્ય ધરાવે છે. કવિઓને ભ્રમર સાથે સરખાવ્યા છે તેથી એવું સૂચવાય છે કે એ કવિઓ કુસુમના મકરંદ કહેતાં મધના જે સાર સંગ્રહવાના સ્વભાવવાળા છે.
[૨૮] વળી, એ માર્ગ કે છે? તે કે જેમાં જે કાંઈ વૈચિત્ર્ય કહેતાં સૌંદર્ય અથવા અલંકારે હોય તે બધા જ પ્રતિ ભામાંથી કહેતાં કવિશક્તિમાંથી પ્રગટેલા હોય, ગમે તેમ પ્રયત્ન કરીને લાદેલા ન હોય. વળી, એ માર્ગ કે છે ? તે કે સૌકુમાર્ય પરિસ્પંદર્પાદિ. સૌમાર્ય એટલે આભિજાત્ય, તેને પરિસ્પદ એટલે તદ્વિદોને આનંદ આપે એવી રમણીયતા. તેનાથી સ્પંદિત એટલે રસમય બને. જેમ કે
વધી પડ્યા તાપથી, ધીખતે દી; ને દૂબળી સાવ થયેલ રાત્રિ એકાબીજાથી અવળું જ વર્તતાં, ખી, શું પ્રેમી, ઝઘડેલ દંપતી !” (રઘુવંશ ૧૬-૪૫) ૭૪
(અનુ. પ્રજારામ રાવળ) આ લેકમાં લેષની છાયાવાળે કવિની પ્રતિભામાત્રથી સકુલે અકૃત્રિમ (અનાહાય) (ઉપમા) અલકાર કોઈ અપૂર્વ