________________
૧૮ વક્તિછવિત
[૧-૫-૨૯ આવું આવું દુઃખ અનુભવ્યું હતું એનું વર્ણન કરતાં જે વચને કહેલાં છે તે બધાં જ ઉતારી શકાય. જેમ કે –
“હે ભીરુ, રાતે હું પહેલાં અનુભવેલાં તારાં સકંપ આલિંગને સંભાતે સંભારતે ગુફાઓને ભરી દેતી મેઘની ગર્જનાઓ (મહાકષ્ટ) જેમ તેમ સહન કરતો”
(રઘુ૧૩–૨૮) ૭૯ અહીં (જેમાં પશુપંખીના સ્વભાવનું પ્રધાનપણે વર્ણન હોય, અને જેમાં ચેતન પદાર્થોનું રસપરિપૂર્ણ વર્ણન હોય એવા) બે વિભાગ પાડવામાં આવ્યા છે તેને હેતુ એ છે કે વિભાવાદિરૂપે રસનું અંગ બનતાં પંખીઓના અવાજ, વૃક્ષ, જલ, વસંત ઋતુ વગેરે પદાર્થો તે અતિશયયુક્ત સ્વભાવવર્ણનની પ્રધાનતાથી જ રસનું 'અંગ બની જાય છે. અને એમનાથી જુદા વિશિષ્ટ ચેતનાયુક્ત દેવ, ગંધર્વ વગેરે શૃંગારાદિ રસથી પરિપૂર્ણરૂપે વર્ણવાય તે સહદના હદયને આનંદ આપે છે, એ વાત કવિઓએ સ્વીકારેલી છે. ઉપરનાં ઉદાહરણમાં એવું જ જોવા મળે છે.
આ ભાગ બરાબર સમજવા માટે એ જાણવું આવશ્યક છે કે બીજ ઉન્મેષમાં કંતક વણ્ય વસ્તુના બે પ્રકાર પાડે છે: (૧) ચેતન અને (૨) અચેતન. એમાં ચેતનના બે ભેદઃ (૧) મુખ્ય ચેતન – દેવ, માનવ, ગંધર્વ વગેરે અને (૨) ગૌણ ચેતન – પશુપંખી વગેરે. આમાંથી મુખ્ય ચેતન પદાર્થોનું વર્ણન શૃંગારાદિ રસના પરિપષવાળું અને ગૌણ ચેતન પદાર્થોનું તેમ જ જડ પદાર્થોનું વર્ણન મેટે ભાગે રસના ઉદ્દીપન વિભાવ તરીકે કરવામાં આવે છે. પહેલું ઉદાહરણ ગૌણ ચેતન પદાર્થો કે જડ વસ્તુના વર્ણનનું અને બીજુ મુખ્ય ચેતન પદાર્થના રસપરિપૂર્ણ વર્ણનનું છે.
૨૭] વળી કે? તે કે વિચાર કે પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ જેમાં પદાદિની યેજના એવી થઈ હોય કે તેના સૌદર્યથી રસિકોના મનનું રંજન થાય એ એને અર્થ એ છે કે જે. એવું (એટલે કે પ્રયત્ન કે પૂર્વવિચાર વગર સ્વાભાવિક રીતે