________________
ઉર વક્રોક્તિજીવિત
[૧-૨૪ અને ઉભયાત્મક) જ એ કવિઓને (કાવ્યરચનામાં) પ્રવૃત્ત કરનાર માર્ગો કહેવાય છે.
કે કવિસ્વભાવભેદે માર્ગભેદ માનીએ તે અનંત જુદા જુદા માર્ગો માનવા અનિવાર્ય થઈ પડે. તેમ છતાં, તે બધાની ગણના કરવી અશક્ય છે, એટલે સામાન્ય રીતે ત્રણ જ માર્ગ માનવા
ગ્ય છે. હવે રમણીય કાવ્યના સ્વીકારની દષ્ટિએ જોઈએ તે સુકુમાર સ્વભાવવાળાં કાવ્યને એક સમુદાય ગણ પડેએ સિવાયનાં અરમણીય કાવ્ય તે સ્વીકારવા જેવાં જ નથી હોતાં એટલે સુકુમારથી ભિન્ન પણ રમણીય એવાં કાવ્યોનો બીજો વર્ગ થાય, અને તે વિચિત્ર કહેવાય. એ બંને રમણીય હોઈ એ બંનેની છાયા જેમાં હેય એ ઉભયાત્મક વર્ગ પણ રમણીયતાયુક્ત છે એમ માનવું એ જ યુક્તિસંગત છે. એટલે આ ત્રણેમાને દરેક પિતાના નિર્દોષ સ્વભાવને લીધે તદ્વિદોને આહ્વાદ આપવાની પૂરી શક્તિ ધરાવે છે. એમાં કોઈ ઊણે નથી.
અહીં કુંતક એક શંકા ઉત્પન્ન કરી તેનું નિરસન કરે છે. શંકા એવી છે કે –
બંને પ્રકારની શક્તિ એટલે પ્રતિભા તે આંતરિક હોઈ એને સ્વાભાવિક કહી શકાય એ યોગ્ય છે, પણ વ્યુત્પત્તિ અને અભ્યાસ તે આહાર્ય એટલે બહારથી પ્રાપ્ત કરેલાં હોય છે, તેમને એ શી રીતે લાગુ પડે? – એટલે કે તેમને સ્વાભાવિક શી રીતે કહી શકાય? એને જવાબ એ છે કે એ દેષ નથી. કારણ, કાવ્યરચનાની વાત બાજુએ રાખીએ તે બીજી બાબતમાં પણ અનાદિવાસનાના અભ્યાસવાળે કઈ પણ માણસ, પિતાના સ્વભાવને અનુરૂપ જ વ્યુત્પત્તિ અને અભ્યાસ ધરાવે છે. અને બંને – વ્યુત્પત્તિ અને અભ્યાસ – સ્વભાવની અભિવ્યક્તિ દ્વારા જ સફળતા પામે છે. કારણ, સ્વભાવ અને એ બે વચ્ચે ઉપકાર્ય ઉપકારક સંબંધ હોય છે. એટલે સ્વભાવ એ બંનેને ઉત્પન્ન કરે છે અને બંને સ્વભાવને પરિપુષ્ટ કરે છે. આથી અચેતન પદાર્થોને સ્વભાવ પણ પિતાના