________________
૬. વક્રોક્તિ જીવિત
[૧-૨૪ તે માત્ર વૃદ્ધોના વ્યવહાર ઉપર જ આધાર હોય છે, એટલે તેની વ્યવસ્થા કરવી અશક્ય નથી. જ્યારે સહદને આનંદ આપે એવું કાવ્ય કરવું એ તે શક્તિ, વ્યુત્પત્તિ વગેરે અનેક કારણોની અપેક્ષા રાખે છે એટલે તેની બાબતમાં મનમાની વ્યવસ્થા કરી શકાતી નથી.
વળી, દક્ષિણના લેકમાં સંગીતને માટે સારો કંઠ વગેરે રૂપ ધ્વનિની રમણીયતા હોય છે, તેમ કાવ્યશક્તિ પણ સ્વાભાવિક હોય છે એમ કહી શકાતું નથી. તેમ જે હોત તે તે બધા એવાં (સહુને આનંદ આપે એવાં) કાવ્ય કરતા હતા. ઉપરાંત, શક્તિ હોય તેયે વ્યુત્પત્તિ વગેરે આહાર્ય (જાતે મેળવવાની) કારણ સામગ્રી અમુક દેશમાં જન્મ્યા એટલે મળી જતી નથી. કેમ કે એ સામગ્રી કેઈ એક દેશમાં જ હોય એ નિયમ નથી. કારણ, તે દેશમાં પણ કેટલાકમાં નથી હોતી. વળી બીજે પણ એ જોવા મળે છે.
વળી, રીતિઓના ઉત્તમ, મધ્યમ, અધમ એમ ત્રણ પ્રકાર પાડવા ગ્ય નથી. કારણ, સહદને આનંદ આપે એવા કાવ્યની રચનામાં (ગૌડી અને પાંચાલી રીતિઓમાં) વૈદર્ભી જેવું સૌંદર્ય ન સંભવતું હોય તે એ મધ્યમ અને અધમ રીતિઓને ઉપદેશ કરે વ્યર્થ છે. જે એમ કહો કે એને પરિહાર કરવા માટે એને ઉપદેશ કરવો પડે છે, તે એ યુક્તિસંગત નથી. કારણ, તેઓ (રીતિકાર વામનાચાર્ય) પણ એવું માનતા નથી. વળી, ગરીબ માણસ લાચારીથી યથાશક્તિ દાન કરે તેમ યથાશક્તિ (મધ્યમ અધમ રીતિનું, ગમે તેવું) કાવ્ય કરવું એગ્ય નથી. આમ, અમારે વાધે દેશવિશેષને આધારે રીતિની વ્યાખ્યા કરવા કે નામ પાડવા સંબંધે જ નથી (પરંતુ તેનું સ્વરૂપ વિશે પણ છે, જેને આધારે ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ભેદ કરવામાં આવ્યા છે.) (ભામહ અને દંડી વગેરે) જેઓ બે રીતિએ સ્વીકારે છે તેમને પણ આ જ દો લાગુ પડે છે. એટલે આ નિઃસાર વસ્તુની ચર્ચા લંબાવવાને અર્થ નથી.