________________
૧-૨૪]
વક્રોક્તિજીવિત ઉ૧ કવિના સ્વભાવભેદને કારણે કાવ્યમાર્ગને ભેદ માને એ જ યોગ્ય છે. સુકુમાર સ્વભાવના કવિમાં સહજ શક્તિ પણ તેવી જ ઉદ્ભવે છે, કારણ, શક્તિ અને શક્તિમાન વચ્ચે ભેદ નથી હતો. એ શક્તિ પિતાને અનુરૂપ સૌકુમાર્યને કારણે રમણીય એવી વ્યુત્પત્તિ પ્રાપ્ત કરે છે. અને એ શક્તિ અને એ વ્યુત્પત્તિ બંને મળીને કવિને સુકુમાર માગને અભ્યાસ કરવાને તત્પર બનાવે છે.
રીતિની બાબતમાં કુંતકને ફાળો ખૂબ મહત્વનું છે. એણે રીતિનું મૂળ કવિ સ્વભાવમાં બતાવીને આ ચર્ચામાં કવિને કેન્દ્રમાં સ્થાપ્યો અને તેને જેવો સ્વભાવ તેવી રીતિ એવું માનસશાસ્ત્રીય નિરૂપણ કર્યું. વોટર પેટરનું અત્યંત પ્રચલિત થયેલું વચન – “The style is the man'– આપણે આ રીતે પણ સમજી શકીએ.
એ જ રીતે, જે કવિને સ્વભાવ તદ્વિદાલાદકારી કાવ્યરચનાની બાબતમાં આ સૌકુમાર્યથી જુદા એવા વૈચિત્ર્યથી રમણીય હોય, તેનામાં તેને અનુરૂપ કઈ વિચિત્ર શક્તિ જ ઉત્પન્ન થાય છે. તેને લીધે તે તેવી વૈદધ્યપૂર્ણ વ્યુત્પત્તિ પ્રાપ્ત કરે છે. અને એ (વિચિત્ર શક્તિ અને વિચિત્ર વ્યુત્પત્તિ) બંનેને લીધે વૈચિત્ર્યની વાસનાવાળ કવિ વિચિત્રમાર્ગને અભ્યાસ કરે છે.
એ જ રીતે, (સુકુમાર અને વિચિત્ર સ્વભાવવાળા) એ બંને પ્રકારના કવિના સ્વભાવના મિશ્રણરૂપ સ્વભાવવાળા કવિમાં તેને અન૩૫ મિશ્રિત શોભાતિશયવાળી કઈ શક્તિ ઉત્પન્ન થાય છે. તેને લીધે એ બંનેના સ્વભાવને લીધે સુંદર એવી વ્યુત્પત્તિ તે પ્રાપ્ત કરે છે, અને પછી એ બંનેની છાયાના પરિપષને લીધે સુંદર (માર્ગને) અભ્યાસ કરે છે.
આ રીતે આ (ત્રણે પ્રકારના) કવિઓ કાવ્યરચનાનાં બધાં સાધનની પરાકાષ્ઠાને લીધે રમણીય એવું સુકુમાર, વિચિત્ર કે ઉભયાત્મક કાવ્ય રચવાને આરંભ કરે છે. એ (સુકુમાર, વિચિત્ર