________________
૧–૨૪]
વક્રાક્તિજીવિત પટ્ટ
એનેા અર્થ એ છે કે ગ્રંથમાં જુદા જુદા સંદર્ભ માં જે ઉદાહરણા આપ્યાં છે તેમાં કાવ્યનાં બધાં જ લક્ષણા હેાય તા છે, તેમ છતાં જે લેાકમાં જે વસ્તુ પ્રધાન હોય તેના ઉદાહરણ તરીકે અહીં તેને રજૂ કરવામાં આવ્યેા છે. એના અથ એવા નથી કે એ સિવાયના અંશા એમાં નથી.
આ રીતે કાવ્યની સામાન્ય વ્યાખ્યા આપ્યા પછી એનાં વિશેષ લક્ષણના વિષય દર્શાવવા માટે એના ભિન્ન ભિન્ન ત્રણ માર્ગો છે તે કહે છે.
૨૪
કવિની પ્રવૃત્તિના કારણરૂપ કાવ્યના ક્ષેત્રમાં ત્રણ માર્ગ છે: (૧) સુકુમાર, (૨) વિચિત્ર અને (૩) અ તેના મિશ્રણરૂપ મધ્યમ.
કાવ્યના ક્ષેત્રમાં ત્રણ માર્ગો સંભવે છે. ન કે કેન ચાર. સ્વરાદિની સંખ્યાની પેઠે તદ્વિદોએ એટલા જ સ્વીકારેલા છે. એ માર્ગા કેવા છે? તે કે કવિની પ્રવૃત્તિના એટલે કે કાવ્યરચનાના કારણરૂપ છે. તેમનાં નામ શાં છે? તે કે સુકુમાર, વિચિત્ર અને મધ્યમ. એ મધ્યમ કેવા છે? તા કે સુકુમાર અને વિચિત્ર એ બંનેની છાયાવાળા. એ માર્ગોનું સ્વરૂપ તેમની વ્યાખ્યા આપતી વખતે કહીશું. આ બાબતમાં અનેક મતભેદો સંભવે છે. કારણ, (વામનાદિ) પૂર્વાચાર્યાએ વિદર્ભ્રાદિ દેશવિશેષને આધારે વૈદર્ભી વગેરે ત્રણ રીતિએ કહેલી છે. વળી, તેઓના ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારે પણ પાડેલા છે. (દડી વગેરે) ખીજાઓએ વૈદર્ભ અને ગૌડીય નામના બે માર્ગા ગણાવેલા છે. આ બંને વાત યુક્તિસંગત નથી. કારણ કે દેશભેદથી જો રીતિભેદ સ્વીકારીએ તે દેશે તા અનત છે, એટલે રીતિએ પણ અસભ્ય માનવી પડે. વળી, દેશધર્મ પ્રમાણે મામાની દીકરીને પરણવાની જેમ, અમુક જ રીતિએ કાવ્ય કરવું' એવી વ્યવસ્થા કરી શકાતી નથી. કારણ, દેશધર્મને