________________
૧-૨૨]
વકૅક્તિજીવિત ૫૭ પૂર્વાર્ધકતા, ૩ પ્રત્યયાશ્રિતવક્તા, ૪. વાક્યવકતા અને ૫. પ્રકરણવકતા) પાંચ પ્રકારની વકતાને લીધે સુંદર સહૃદયના હૃદયને આનંદ આપે એવું મહાપુરુષનું વર્ણન કરવાને જ ઉપકમ લાગે છે. પણ ખરું જોતાં, “રામની જેમ વર્તવું, રાવણની જેમ નહિ” એવો વિધિનિષેધાત્મક ઉપદેશ જ અંતે તે ફલિત થાય છે.
વળી, જેમ કે “તાપસવત્સરાજ' નાટકમાં કુસુમ જેવા કમળ ચિત્તવાળા અને વિનેદરસિક નાયકનું ચરિત્ર વર્ણવવાને ઉપકમ કર્યો છે, પરંતુ ખરું જોતાં, રાજા આવી વિપત્તિમાં આવી પડે ત્યારે આવા રાજનીતિવ્યવહારમાં નિપુણ મંત્રીઓએ આવા આવા ઉપાય વડે તેને ઉગારી લે, એ ઉપદેશ (કવિએ) આપેલ છે. આ વાત વિશેષ વ્યાખ્યા આપતી વખતે સ્પષ્ટ થઈ જશે.
આ પ્રમાણે કવિવ્યાપારની વક્રતાના છ પ્રકાર અહીં માત્ર નામ દઈને ગણાવ્યા છે. એમની વ્યાખ્યા કરતી વખતે વિસ્તારથી સમજાવીશું.
હવે ક્રમ પ્રમાણે (કાવ્યની વ્યાખ્યામાં વપરાયેલા બંધ શબ્દની સમજૂતી આપવાનું પ્રાપ્ત થાય છે એટલે તે જ કરીએ છીએ
શબ્દ અને અર્થને સૌભાગ્ય અને લવણયને પરિપષ કરનાર અને કાવ્યરચનારૂપ વાપરવા વાક્યને જે વિન્યાસ કહેતાં ગઠવણું તે બંધ.
સૌભાગ્ય એટલે પ્રતિભાના કુરણને લીધે જન્મતું ચેતનચમત્કારિત્વ એટલે કે સહદના ચિત્તને ચમત્કારને અનુભવ કરાવવાની શક્તિ. અને લાવણ્ય એટલે સંનિવેશનું સૌદર્ય.
એટલે બંધને એ અર્થ થયે કે શબ્દ અને અર્થની સહદના ચિત્તને ચમત્કારને અનુભવ કરાવવાની શક્તિને તથા સંનિવેશના સૌંદર્યને પિષક એ કવિવ્યાપારયુક્ત વાકયને વિન્યાસ. જેમ કે –
નિતંબ ઉપર ડાબે હાથ રાખીને, કમરને લીલાથી