________________
૧૬ વાક્તિજીવિત
[૧-૨૧
પ્રબંધના એક ભાગરૂપ પ્રકરણમાં અથવા નાટક વગેરે પ્રસંધામાં વકતા એટલે કે વિન્યાસવૈચિત્ર્ય જેવું હાય છે તેનું નિરૂપણ કરવામાં આવે છે. એ વૈચિત્ર્ય કેવું? તે કે સ્વાભાવિક અને આહાર્યે એટલે કે વ્યુત્પત્તિથી મેળવેલા સૌદર્યને લીધે મનેહર
એમાં પ્રકરણની વક્રતાનું ઉદાહરણ જેમ કે રામાયણમાં માયાવી સુવર્ણમૃગને વેશે આવેલા મારીચની પાછળ ગયેલા રામનું કરુણ આક્રંદ સાંભળીને ગભરાઈ ગયેલી જનકરાજાની પુત્રી સીતાએ તેમના પ્રાણ બચાવવા, પેાતાના જીવનની રક્ષાની પરવા કર્યા વગર, લક્ષ્મણને કઠોર વચન કહીને મોકલ્યા એવું આવે છે.
એ અત્યંત અનુચિત છે. કારણ, અનુચર રૂપે લક્ષ્મણ પાસે હાવા છતાં પ્રધાનપાત્ર રામ આવું કરે એ કલ્પી શકાતું નથી. વળી, રામને તે બધી જાતના અતિશયાથી યુક્ત વર્ણવેલા છે, એટલે તેના પ્રાણનું રક્ષણ નાના ભાઈ કરે એવી કલ્પના કરવી એ અત્યંત અનુચિત છે, એવા વિચાર કરી ઉત્તર-રાઘવ' નામે નાટકમાં કવિએ માયામૃગને મારવા ગયેલા લક્ષ્મણને બચાવવા માટે સીતાએ રામને મોકલ્યા એવું નિરૂપણ કર્યું છે.
આ નિરૂપણ તદ્વિદોને આનંદ આપે છે એ જ એની વક્રતા છે. એવું જ ખીજું ઉદાહરણ — ‘કિરાતાર્જુનીય’માં કિરાત પુરુષની ઉક્તિના વાસ્યાર્થ જ જોઈએ તે તેમાં ફક્ત પોતાના ખાણની શેાધનું જ વર્ણન છે. પણ ખરું જોતાં, તેના તાત્પર્યાર્થના વિચાર કરીએ તે એ ઉક્તિને વાકથાર્થ અર્જુન સાથે યુદ્ધમાં પરિણમે છે. એ કાવ્યમાં કહ્યું છે કે—
“મારામાં બુદ્ધિભેદ ઉત્પન્ન કરવા માટે તમે સામને પ્રયાગ કર્યાં, લાભ ખતાબ્યા, ભય બતાવ્યા અને ખાણુ મેળવવા માટે એવી રીતે ખેલ્યા જેથી અન્યાયી વાત પણ ન્યાયી લાગે.’’ ૭૧
પ્રબંધમાં વક્રતાનું ઉદાહરણ, જેમ કે —— કોઇ મહાકવિએ રચેલા રામકથાવિષયક નાટક વગેરેમાં (૧. વર્ણવિન્યાસવક્રતા, ૨. પદ