________________
૫૪ વતિજીવિત
[૧-૨૦(૬) વૃત્તિવચિત્ર્યવક્તા. (૭) લિંગવચિગ્યવતા. એના બે ભેદઃ
(ક) ભિન્ન લિંગને સમાનાધિકરણમાં ઉપયોગ
(ખ) સુકુમારતા સૂચવવા સ્ત્રીલિંગને ઉપયોગ (૮) ક્રિયાચિયરૂપ પદપૂર્વાર્ધવક્રતા. ૩. પ્રત્યયાશ્રયવક્તા. એના ત્રણ ભેદઃ
(૧) સંખ્યાવૈચિત્ર્યથી સાધેલી વક્તા (૨) કારકચિયથી સાધેલી વક્તા (૩) પુરુષવૈચિત્ર્યથી સાધેલી વક્રતા.
આ રીતે વાક્યના અવયવરૂપ પદોમાંના પ્રત્યેકના વર્ણ વગેરે અવયવે દ્વારા સંભવિત વકતાની સમજૂતી આપી હવે પદના સમૂહરૂપ વાક્યની વકતા સમજાવે છે –
વાક્યની વકતા (પદની વકતા કરતાં જુદી છે. તેના હજારે ભેદે છે. એમાં (ઉપમા વગેરે) આખે અલંકારવર્ગ સમાઈ જાય છે.
વાક્યની વક્રતા જુદી છે. વાક્યની એટલે પદસમૂહની. અવ્યય, કારક, વિશેષણ વગેરે) સહિતનું ક્રિયાપદ તે વાક્ય. આ રીતે જેની પ્રતીતિ થાય છે તે લેક વગેરેની વક્રતા. વકતા એટલે ભંગિભણિતિવૈચિત્ર્ય – વર્ણનશૈલીનું સૌદર્ય. એ આ પહેલાં કહેલી (વર્ણપદાદિની) વક્તા કરતાં જુદુ સમુદાયરૂપ (વાક્ય) વૈચિત્ર્યથી ઉત્પન્ન થતું વાક્યસૌદર્ય કેઈ અપૂર્વ હોય છે. જેમ કે –
પહેલાં લક્ષ્મી જ્યારે તમારી સેવામાં ઉપસ્થિત થઈ હતી ત્યારે તમે તેને ત્યાગ કરી તેને બાજુએ હઠાવી દઈને) મારી સાથે વનમાં આવ્યા હતા. એ રોષને લીધે તમારે આશ્રય પામેલી હું તમારા ઘરમાં રહું એ એનાથી સહેવાયું નહિ.” ૭૦
લક્ષમણ સીતાને વનમાં છેડીને પાછો વળે છે ત્યારે કરુણ રસથી ભરાઈ ગયેલા હૃદયવાળી સીતાએ પતિને મેકલેલે આ