________________
પર ક્તિજીવિત
[૧-૧૯
રાજશેખરના બાલરામાયણ' નાટકના ખીજા અંકમાં આ રાવણુની પરશુરામ પ્રત્યેની ઉક્તિ છે. એમાં પરશુરામના જીવનના કેટલાક પ્રસંગે ના ઉલ્લેખ છે. જેમ કે પરશુરામ ભગવાન શંકર પાસે ધનુર્વિદ્યા શીખ્યા હતા, તેમણે કાર્તિકેયને હરાવ્યા હતા, પેાતાની ફરસીથી સમુદ્રને હઠાવી દઈ, ત્યાં વાસ કર્યાં હતા અને આખી પૃથ્વી જીતીને તે કશ્યપને દાનમાં આપી દીધી હતી તથા પિતાની આજ્ઞાથી પેાતાની માતા રેણુકાનું માથુ કાપી નાખ્યું હતું.
આ શ્ર્લોકમાં તલવાર શરમાય છે' એમ કહ્યું છે, એમાં પહેલા શ્લાકની પેઠે (અચેતન પદાર્થમાં ચેતનના અધ્યારાપ રહેલા છે એટલે) કારકવૈચિત્ર્યની પ્રતીતિ થાય છે. (૩) પુરુષવૈચિત્ર્યથી સધાતી વકતા એ પ્રત્યયવકતાને ત્રીજો પ્રકાર છે. એમાં કવિએ પહેલા બીજા પુરુષને બદલે ત્રીજા પુરુષને ઉપયાગ કરે છે. કાવ્યમાં વૈચિત્ર્ય સાધવા માટે તમે' કે અમે’ કહેવાને બદલે નામ વાપરે છે. જેમ કે
“તેને જો દેવ ન એળખે તેા આપણુ ભાગ્ય જ અવળું એમ જ સમજવું.” ૬૭
આ શ્લાક આખા પહેલાં ૪૩મા ઉદાહરણરૂપે આવી ગયા છે. એમાં ‘તમે ન ઓળખા’એમ કહેવાને બદલે દેવ ન એળખે’ એમ વૈચિત્ર્ય સાધવા માટે કહ્યું છે. એ જ રીતે, પુરુષને વિપર્યાસ ક્રિયાપદ વગર જ નામના ઉપયેગ કરવાથી પણ સાધી શકાય છે. જેમ કે
“હુ તપોધને, આ સેવક કંઇક પૂછવા ઇચ્છે છે, જો છુપાવવા જેવું ન હોય તા જણાવવાની કૃપા કરશે.'' ૬૮
અહીં હું પૂછવા ઇચ્છું છું' એમ કહેવાને બદલે તાટસ્થ્ય બતાવવા માટે સેવક પૂછવા ઇચ્છે છે' એમ કહ્યું છે.
મૂળમાં પૂછ્યા ઇચ્છે છે', એવી ક્રિયાપદવાળી રચના નથી, પણ પ્રનના: ‘પૂછવાની ઇચ્છાવાળા' એવું સમાસાત્મક વિશેષણ વાપરેલું છે,