________________
૧-૧૯]
વક્રાક્તિજીવિત ૫૧
અહીં (આંખ અને હાથેા એ મૂળ સંસ્કૃતમાં દ્વિવચનમાં છે અને કમલાનાં વન અને સરાજોના ભડાર બહુવચનમાં છે, અને) એ દ્વિવચન અને બહુવચનના સમાનાધિકરણમાં ઉપયોગ કર્યાં છે તેથી ચમત્કારક લાગે છે.
:
(૨) કારકવૈચિત્ર્યથી સધાતે એમાં અચેતન પદાર્થમાં ચેતનના અધ્યારોપ કરી રસાદ્રિતા પરિષ માટે ચેતનની ક્રિયાના સમાવેશ કરી કર્તૃત્વ વગેરે કારકના પ્રયાગ કરવામાં આવે છે. જેમ કે
“આંસુના પ્રવાડ ધીરે ધીરે બંને સ્તનાને નવડાવી રહ્યો છે. મધુર પ`ચમ સ્વર તેના કંઠમાં બળજબરીએ રૂ'ધાઈ રહ્યો છે, શરદની જ્યાહ્ના જેવા ફીકો કપાલ હથેલી ઉપર પડયો છે, ખબર નથી તેના (મનમાં પેદા થતા) વિકારો શાના જેવા છે?” ૬૫
આ શ્લોકમાં આંસુના પ્રવાડ વગેરે અચેતન પદાર્થાંમાં પણ ચેતનના અધ્યારોપ કરી કવિએ કતૃત્વનું નિરૂપણ કર્યું છે. તે (નાયિકા) વિવશ થઇ ગઇ છે એટલે આ (આંસુના પ્રવાહ વગેરે) બધા આ રીતે વર્તે છે. પણ તે પોતે તે કશું જ કરવાને અશક્ત છે, એવા (કવિના) અભિપ્રાય છે. વળી, કાલ વગે૨ે તેના અવયવાની આવી અવસ્થા તે પ્રત્યક્ષ દેખી શકાય છે, એટલે આપણે તે જાણી શકીએ છીએ. પણ તેના મનમાં જે વિકારા કહેતાં ભાવે કે વિચારે જાગતા હશે તે તે તેને જ અનુભવગમ્ય હાઈ આપણે જાણી શકતા નથી.
ખીજું ઉદાહરણ—
“ત્રિપુરવિજયી ભગવાન શિવ તારા ધનુવિદ્યાના આચાર્ય છે, તે કાર્તિકેયને હરાવ્યા છે, ક્સીથી હઠાવી દેવાયેલેા સાગર તારું ઘર છે, પૃથ્વી તે દાનમાં આપી દીધેલી છે, એ બધું ખરું, પણ મારી તલવાર રેણુકાનું ગળુ કાપનાર તારી ક્સી સાથે સ્પર્ધામાં ઊતરતાં શરમાય છે.” ર૬