________________
૧-૨૧]
વકૅક્તિજીવિત ૫૫ સંદેશો છે, કે પહેલાં લક્ષમી જ્યારે તમારી સેવામાં હાજર થઈ હતી ત્યારે તમે તેને એક બાજુએ હઠાવી દઈ તેને ત્યાગ કરી મારી સાથે વનમાં આવ્યા હતા, ત્યારે તેને સ્વપ્ન પણ ખ્યાલ નહેતે કે તમે આમ કરશે. આથી કોધે ભરાઈને તેણે સ્ત્રીસ્વભાવસહજ સપત્નીષને લીધે હું તમારા ઘરમાં રહું એ સહન ન કર્યું.
એને ધ્વનિ એ છે કે (વનવાસનાં) કષ્ટો વેઠવાને કઠિન સમય આવ્યું હતું ત્યારે પણ આટલી બધી કૃપા કરી જેને સાથે રાખી હતી તેને હવે સામ્રાજ્ય મળતાં વગર વાંકે ત્યાગ કરી તિરસ્કાર કર્યો, એ ઉચિત છે કે અનુચિત એને વિચાર વ્યવહારપરંપરાના જાણકાર આપે જ કરી રહ્યો.
એ વાક્યવક્રતા એવી છે કે એના હજારો ભેદ સંભવે છે. હજાર શબ્દ અહીં હજારની નિશ્ચિત સંખ્યાને વાચક નથી, પણ સહસ્ત્રદલ(હજારી ગોટો)ની પેઠે સંખ્યાબાહુલ્યને વાચક છે. કારણ કે કવિપ્રતિભા અનંત હોવાથી આ વક્તાની સંખ્યા પણ નકકી થઈ શકે એમ નથી. વાક્યની આ જે બહુવિધ વકતા છે તે કેવી છે, તેની તમને ખબર નથી, એવી આશંકા કઈ કરે માટે કહે છે કે એમાં આખો અલંકારવર્ગ સમાઈ જાય છે.” કવિઓમાં પ્રસિદ્ધ એવા ઉપમાદિ બધા જ અલંકારે એમાં સમાઈ જશે, અલગ નહિ રાખી શકાય. વકતાના પ્રકારભેદ રૂપે જ તેમને ઉલ્લેખ થઈ શકશે. એ અલંકારોનું નિરૂપણ તેમની વ્યાખ્યા કરતી વખતે ઉદાહરણ સાથે કરવામાં આવશે.
આમ, વાક્યવકતાની સમજુતી આપ્યા પછી વાક્યના સમુદાયરૂપ પ્રકરણની અને પ્રકરણના સમુદાયરૂપ પ્રબંધની વકતા સમજાવે છે–
૨૧
પ્રકરણમાં અને પ્રબંધમાં સ્વાભાવિક અને (યુત્પત્તિથી) આણેલા સૌદયને લીધે મનહર એવી જે વકતા હોય છે તેનું નિરૂપણ કરીએ છીએ.