________________
૧–૧૯]
વક્રાક્તિજીવિત ૫૩
એટલે કહ્યુ છે કે ક્રિયાપદ વગર જ નામના ઉપયાગ કરવાથી પણ પુરુષના
વિપર્યાસ સાધી શકાય છે.
ત્રીજું ઉદાઙરણુ
હું પ્રિયતમે, તે મિથ્યાત્રત લેનાર આ કંઈક કરવા તૈયાર થયા છે.” ૬૯
અહીં ‘હું' કહેવાને બદલે પહેલાંની પેઠે (તાટસ્થ્ય દર્શાવવા) ‘આ' કહ્યું છે તેથી વૈચિત્ર્યની પ્રતીતિ થાય છે.
વક્રતાના આ કેટલાક મુખ્ય પ્રકારો નમૂના દાખલ ખતાના છે. મહાકવિઓની વાણીમાં વક્રતાના હજારો પ્રકાર સંભવે છે. તે સહૃદયાએ પેાતે જ જોઈ લેવા.
આ એગણીસમી કારિકા સુધીમાં ગ્રંથકારે વક્રતાના આટલા ભેદોપભેદ્ય ગણાવ્યા છે
૧. વર્ણવિન્યાસવક્રતા, એને જ પ્રાચીને અનુપ્રાસ અને યમક કહે છે. ૨. પદપૂર્વા વક્રતા. પદના પૂર્વારૂપ નામની વક્રતા અને ધાતુની વક્રતા. એમાં નામની વક્રતાના આઠ ભેદ છે:
(૧) રૂઢિવૈચિત્ર્યવક્તા. એમાં
(ક) જેમાં પ્રસિદ્ધ ધર્મથી જુદા ખીજા ધર્મના અધ્યારોપ કર્યાં હાય; અને
(ખ) જેમાં પ્રસિદ્ધ ધર્મમાં લેાકેાત્તર અતિશયતા અધ્યારાપ હાય.
(૨) પર્યાયવક્રતા. એના બે ભેદ :
(ક) જેમાં પ્રસંગને અનુરૂપ વિશેષ પર્યાય વાપર્યાં હોય; અને (ખ) જેમાં વાચ્યમાં ન સંભવે એવા ખીજા કોઈ ગુણ ગર્ભિત રાખીને પર્યાય વાપર્યાં હાય.
આ ખનેને મમ્મટ વગેરે ‘પરિકરાલ કાર' કહે છે.
(૩) ઉપચારવતા. એના બે ભેદઃ
(ક) અમૂર્ત માટે મૂર્ત વાચક શબ્દ વાપરવા (ખ) તક્કર માટે પ્રવાહીવાચક શબ્દ વાપરવા (૪) વિશેષણવક્રતા. (૫) સંકૃતિવતા.