________________
૧-૧૯]
વતિજીવિત ૪૩ રૂપ સામાન્ય ગુણને આધારે તે યશ જેવી અમૂર્ત વસ્તુ માટે વાપર્યો છે તેમાં વકતા પ્રગટ થાય છે.
પ્રવાહી વસ્તુને વાચક શબ્દ તરંગિતત્વ વગેરે સામાન્યગુણના સાદગ્ધને આધારે નક્કર વસ્તુના વાચક તરીકે કવિઓમાં વપરાતે જોવા મળે છે. જેમ કે–
“શ્વાસથી ઉત્પન્ન થયેલા કંપને લીધે તરંગિત થતા સ્તનતટ ઉપર.” ૪૬
આ દાખલામાં નક્કર સ્તનને પ્રવાહમાં જ સંભવે એવા તરંગથી. યુક્ત કહ્યો છે, તેમાં વક્રતા પ્રગટ થાય છે. આ લોક આખો આ જ ઉમેષમાં ઉદાહરણ ૧૦૬ તરીકે ઉતારેલે છે.
કઈ વાર અમૂર્ત વસ્તુ માટે પણ પ્રવાહી પદાર્થવાચક શબ્દ વપરાય છે. જેમ કે –
લાંબા સમયથી દેવેની સેના સાથેના યુદ્ધોને વીસરી ગયેલા મારા બાહુઓ છાંટાભાર સમય માટે શૌર્યની ગરમીથી ઊપડેલી ચળ શમાવવા અધીરા થયા છે.” ૪૭
અહીં “ડા સમય માટે કહેવાને બદલે “છાંટાભાર સમય માટે કહ્યું છે તેમાં વક્રતા રહેલી છે. આ લેક આખે ત્રીજા ઉન્મેષમાં બાવીસમા, દષ્ટાંત તરીકે ઉતારેલ છે.
પહેલા ઉદાહરણમાં “તરંગિત થતા’માં અને બીજા દષ્ટાંતમાં છાંટાભાર’ એ પ્રગમાં વકતા રહેલી છે.
(ઘ) વિશેષણવકતા એ પણ પદપૂર્વાર્ધવક્તાને (૨) પ્રકાર છે. એમાં વિશેષણને કારણે જ કાવ્યમર્મને આનંદ આપનાર વકતા પ્રગટ થતી હોય છે. જેમ કે –
(તારા વિરહમાં નાયિકાના શરીરને) દાહ ચાંગળામાં પાણી લે તે સૂકવી નાખે એવે છે, એનાં આંસુ એટલાં બધાં પડે છે કે ખાળમાંથી વહી શકે, તેને શ્વાસ પ્રજતી
તે બળતી દીપમાળા જેવા છે, તેનું શરીર પીળાશમાં ડૂબી ગયું છે, વધુ તે શું કહું? – આખી રાત બારી