________________
૪૮ વૉક્તિજીવિત
[૧-૧૯ સાધ્ય સમાન હોવા છતાં તેમ જ (ત્રણે નેત્રોનું) લેશન સરખું હોવા છતાં દેવીના પરિચુંબનથી જેને ઢાંકી દેવામાં આવે છે તે ભગવાન શંકરનું ત્રીજું નેત્ર જય પામે છે, અર્થાત્ સર્વોત્કૃષ્ટ કરે છે, એ આખા વાક્યને અર્થ છે. આ શ્લેકમાં રતિ ક્રિયાપદનું સહદનાં હદય જ અનુભવી શકે એવું કેઈ અપૂર્વ સૌંદર્ય પ્રગટ થતું જોઈ શકાય છે. એવું જ બીજું ઉદાહરણ –
“સ્વેચ્છાએ સિંહનું રૂપ ધારણ કરનાર, મધુરિપ વિગુના, પિતાની કાન્તિથી ચંદ્રને ઝાંખે પાડનાર, અનેક શરણાગતનાં દુખેને કાપનાર નો તમારું રક્ષણ કરે.” ૫૯
આ લેકમાં સકલ લોકમાં જાણીતી એવી નખની જે છેદન કિયા, તેના કરતાં જુદી જ શરણાગતનાં દુઃખના છેદનરૂપ કોઈ અપૂર્વ ક્રિયાનું વર્ણન કરી ક્રિયાચિત્ર્ય સાધ્યું છે. એવું જ ત્રીજું ઉદાહરણ–
શંભુનાં શરનો અગ્નિ તમારાં પાપને બાળી મૂકે ૬૦
અમરશતકના બીજા લેકને આ ખંડ છે. એ લોક આખો વન્યાલક(૨–૫)માં પણ ઉતારે છે. તે આ પ્રમાણે છે:
તરત જ અપરાધી કામી જેવો શંભુનાં શોને અગ્નિ તમારાં પાપને બાળી મૂકે, જે અગ્નિને કમળ જેવી આંખેવાળી ત્રિપુરની યુવતીઓ તરફથી હાથે વળગવા જતાં ઝટકી નાખવામાં આવે છે, વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી હડસેલી કાઢવામાં આવે છે, ચરણે પડ્યો હોય છે છતાં ગભરાટ કે ક્રોધને કારણે ધ્યાનમાં લેવાતા નથી અને આલિંગન દેવા જતાં આંસુભરી આંખે જેને તિરસ્કાર કરવામાં આવે છે.”
આ લેકમાં પણ પહેલા(ઉદાહરણ)ની પેઠે (સકળ લેકમાં પ્રસિદ્ધ બીજી વસ્તુઓના દહનરૂપ ક્રિયાથી જુદી, પાપનું દહન કરવારૂપ ક્રિયાનું વર્ણન કરી કોઈ અપૂર્વ) કિયાવૈચિય સાધ્યું છે.