________________
૪૪ વકૅક્તિજીવિત
[૧-૧૯ આગળ હાથની છત્રી કરી ચાંદનીને ખાળતી તારી રાહ જોતી રહે છે.” ૪૮
આ લેકમાં વિશેષ્યરૂપ દાહ, આંસુ, શ્વાસ અને શરીર (શબ્દ)માંથી કઈ સૌદર્ય પ્રગટ થતું નથી, પરંતુ એ દરેકની સાથે જે વિશેષણ વાપર્યું છે તેને લીધે કંઈ એર સૌંદર્ય પ્રતીત થાય છે. અથવા જેમ કે–
ગુરુજને પાસે હેવાને કારણે લજજાથી માથું નમાવીને કુચકલશેને કંપાવનારા દુઃખાવેગને રોકી રાખી, આંસુ સારતાં સારતાં ચકિત હરિણીના આકર્ષક નેત્રગ્રિભાગથી મારા તરફ જે કટાક્ષ ફેક્યો તેનાથી તેણે મને ઊભા રહો” એમ નહોતું કહ્યું? ૪૯
આ લેકમાં “વિતગિરિ એ ક્રિયાવિશેષણ, શક્તિ હરિણીના જેવા આકર્ષક લેચન સાથેના સામ્યને લીધે ગુરુજનેની હાજરીમાં સંકોચને કારણે સુંદર લાગતા નેત્ર વિભાગ(આંખના ત્રીજા ભાગ)થી કરેલા કટાક્ષને કોઈ અપૂર્વ શેભા અર્પે છે.
(ડ) સંવૃતિવકતા નામને પદપૂર્વાર્ધવક્રતાને આ એક પાંચમે પ્રકાર છે. એમાં પ્રકરણને અનુરૂપ કોઈ અપકર્ષ કે ઉત્કર્ષને કારણે વસ્તુને સ્પષ્ટ રીતે નામ દઈને ઉલ્લેખ કરી શકાતું નથી અને તેને છુપાવવાનું સામર્થ્ય ધરાવનાર કોઈ શબ્દથી તેને ઉલ્લેખ કરવામાં આવે છે. જેમ કે –
હે પ્રિયતમે, તે (એકપત્નીનું) મિથ્યા વ્રત લેનાર આ (પદ્માવતીની સાથે લગ્ન કરીને અત્યંત નિંઘ એવું) કંઈક કરવા તૈયાર થયું છે.” ૫૦
તાપસવત્સરાજ” નાટકના ચેથા અંકમાં આ લેક આવે છે. પિતાની પત્ની વાસવદત્તાના અવસાનના સમાચાર જાણે દુઃખી થયેલ રાજા ઉદયન જ્યોતિષીઓના કહેવા પ્રમાણે તે પાછી મળશે એવી આશાથી
જ્યારે પદ્માવતી સાથે લગ્ન કરવાને તૈયાર થાય છે, ત્યારે તે આ સ્વગતિક્તિ કરે છે. આખો લેક આ પ્રમાણે છે: