________________
૩૮ વકૅક્તિજીવિત
[૧-૧૭ ભાવનું જ્ઞાન થાય છે. શબ્દોના પરસ્પર અન્વયરૂપ સંબંધને આધારે વાક્યને અર્થ આ થાય છે, એવું વાક્યવિચારશાસ્ત્ર એટલે કે મીમાંસાની મદદથી સમજાય છે. પ્રત્યક્ષ વગેરે પ્રમાણેથી આ
ન્યાયસંગત છે એવું પ્રમાણશાસ્ત્ર આપણને સમજાવે છે, અને આ વાક્ય એના વ્યાપારમાહાભ્યને લીધે સહુદયના હૃદયને આનંદદાયક છે એવું સાહિત્યશાસ્ત્ર આપણને સમજાવે છે.
આ બધાનું પિતાપિતાના વિષયમાં પ્રાધાન્ય હોય છે, અને બીજા વિષમાં એએ ગૌણ હોય છે, તેમ છતાં બધી જ વાડ્મયરચનાના પ્રાણભૂત સાહિત્યરૂપી કાવ્યવ્યાપારનું જ, ખરું જોતાં, બધે મહત્વ હોય છે. કારણ કે બીજા વિશ્વમાં એ ગૌણરૂપે આવ્યું હોય છે ત્યારે પિતાના પરિમલમાત્રથી તેને સુવાસિત કરી દે છે, અને જે. તેમાં સાહિત્યની એવી સુવાસ પણ નથી હોતી તે તે રચનામાં રમણીયતાને અભાવ વરતાય છે અને તેની ઉપાદેયતાને ખૂબ હાનિ પહોંચે છે તથા રચના વ્યર્થ થઈ જાય છે. શાસ્ત્રોથી સાહિત્યનું પ્રયજન ભિન્ન છે અને શાસ્ત્રોમાં બતાવેલા ચાર પુરુષાર્થરૂપ ફળથી અધિક ફળ એ મેળવી આપે છે, એ પહેલાં (કારિકા ત્રણ અને પાંચમાં) કહી ગયા છીએ.
એ પછી બીજા ચાર અંતર કેમાં સાહિત્યને મહિમા કહે છેઃ
અર્થને વિચાર ન કરીએ તે પણ કેવળ બંધના સૌંદર્યની સંપત્તિથી જ જે તદ્વિદોના હૃદયમાં સંગીતની પેઠે આનંદ ઉત્પન્ન કરે છે, (૩૭) અને વાકયાર્થ સમજાયા પછી તે પદવાણ્યાર્થથી જુદા જ અને તેની પારના પાનકરસના આસ્વાદ જેવા આસ્વાદને જે સહુદને અનુભવ કરાવે છે, (૩૮) જેના વિના રસિકોને વાક્ય જીવિત વગરના શરીર જેવું, ફુરણ વગરના જીવિત જેવું નિર્જીવ લાગે છે (૩૯) અને જેને લીધે તદ્વિદોને જ જેને અનુભવ થાય. છે એવા કેઈ અપૂર્વ સૌભાગ્ય એટલે કે સૌંદર્યને કવિવાણી શી. રીતે પામે છે, તેને હવે વિચાર કરીએ. ૪૦