________________
૧–૧૭]
વાક્તિજીવિત ૩૭
બનેલું વાકચ કાવ્ય કહેવાય છે. એ વાકયમાં રહેલા બધા જ શખ્શ અને બધા જ અર્થાનું પરસ્પર સ્પર્ધારૂપ સાહિત્ય અહીં અભિપ્રેત છે, નહિ કે કોઈ એક શબ્દ કે અનું.
અહીં કોઇ એવા પ્રશ્ન કરે કે (તમે શબ્દની સાથે શબ્દનું જ અને અર્થની સાથે અર્થનું જ સાહિત્ય કેમ માના છે ?) એક શબ્દનું ખીજા અર્થ સાથે અથવા એક અર્થનું બીજા શબ્દ સાથે સાહિત્ય કેમ નથી માનતા ? તે એનેા જવાબ એ છે કે એ યેાગ્ય નથી. કારણ, (શબ્દ સાથે ખીજા શબ્દનું અને અર્થ સાથે બીજા અથ નું સાહિત્ય એવે!) ક્રમ બદલી નાખવાને કાઈ પ્રયેાજન નથી, તેમ એમ કરવાથી અન્વય પણ ખરાખર સધાતા નથી. તેથી જેમાં શબ્દની અને અર્થની પોતપોતાની સૌÖસંપત્તિ સહૃદયાને આનંદ આપનાર પરસ્પર સ્પર્ધાપૂર્વક સ્ફુરતી હોય તેવી કોઈ અલૌકિક વાકયરચના જ સાહિત્ય નામને પાત્ર બને છે.
આ જ વાત ત્રણ અંતરèાકમાં કહી છે
માર્ગને એટલે કે રીતિને અનુરૂપ માધુર્યાદિ ગુણ્ણાના ઉદ્દય, વક્રતા એટલે કે વૈચિત્ર્યના અતિશય જેમાં હાય એવા અલંકારાના વિન્યાસ, અને વૃત્તિના ઔચિત્યથી મનેાહર એવા રસના પરિ પાષ – એ બાબતે પરસ્પરની સ્પર્ધા કરતી શબ્દ અને અર્થ બંનેમાં ઉચિત રીતે વિદ્યમાન હેાય એવી, તદ્વિદેને આનંદ આપનારી કેાઈ અલૌકિક અવસ્થિતિ તે પદ, વાકય અને પ્રમાણના અર્થાત્ વ્યાકરણ, મીમાંસા અને ન્યાયના સારરૂપ ‘સાહિત્ય’ કહેવાય છે. ૩૪, ૩૫, ૩૬.
પદ, વાકય, પ્રમાણુ અને સાહિત્ય એ ચારેના એટલે કે વ્યાકરણ, મીમાંસા, ન્યાય અને સાહિત્ય એ ચારે શાસ્ત્રોના દરેક વાકયમાં ઉપયાગ થાય છે. પદ્યસંસ્કારશાસ્ત્ર એટલે કે વ્યાકરણથી આપણે પદની જોડણી જેમ કે, +ૌ+ વિસર્ગ = નૌઃ (ગાય), અને તેના શબ્દ તરીકેના પાંચ સંબંધે જેમ કે, નામ, લિંગ, પરિમાણુ, વચન અને કારક; અથવા વાકચમાંના ખીજા શબ્દો સાથેના તેના છ પ્રકારના સબંધો જેમ કે, કર્યાં, કમ, કાળ, પુરુષ, વચન અને