________________
પછી દિવ્ય પીઠીથી તેમણે બન્નેને ઉદ્વર્તન કર્યું અને પૂર્વ દિશાના ચોકમાં લઈ જઈ, સિંહાસન પર બેસાડી, નિર્મળ જળથી બન્નેને સ્નાન કરાવ્યું. પછી સુગંધી વસ્ત્રોથી અંગ લૂછીને, ગશીર્ષ ચંદનના રસથી તેમને અચિંત કર્યા અને આભરણે પહેરાવી, ઉત્તર દિશાના ચોકમાં જઈ સિંહાસન ઉપર બેસાડ્યા. ત્યાં અરણીના બે કાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરી, ગશીર્ષ ચંદનના કાષ્ઠથી હેમ કર્યો અને તેની ભસ્મની રક્ષા પિટલી કરી, બન્નેને હાથે બાંધી. જે કે ભગવાન મેટા પ્રભાવવાળા હતા તે પણ દિગ કુમારિકાઓને એવો ભક્તિક્રમ છે. પછી “તમે પર્વત જેવા આયુષ્યવાળા થાઓ" એવું પ્રભુના કાનમાં કહી, પાષાણના બે ગોળા અફળ્યા. અને પ્રભુને તથા માતાને સૂતિકાગ્રહમાં શૈયા ઉપર સૂવાડી તેઓ માંગલિક ગીત ગાવા લાગી.
જન્મ મહોત્સવ માટે સૌધર્મેન્દ્રનું આગમન
હવે તે સમયે સીધર્મ દેવલોકના ઈન્દ્રનું આસન ચલાયમાન થવાથી અવધિ જ્ઞાન વડે તેણે જોયું તે ઋષભ પ્રભુને જન્મ થયો છે એવું તેના જાણવામાં આવ્યું. તત્કાળ સિંહાસન ઉપરથી ઊઠી, સાત આઠ પગલાં પ્રભુનાં સામા ચાલી પંચાંગ ન સરકાર કરી, નમુત્યુ સ્તોત્ર વડે ભગવાનની સ્તુતિ કરી, બધા દેવતાઓને ભગવાનના જન્મ મહોત્સવ માટે બેલાવવાની પિતાના સેનાધિપતિ દેવને આજ્ઞા કરી. તે સેનાધિપતિએ સુષા નામની ઘંટા ત્રણ વખત વગાડી. તેને અવાજ થતાં બીજા સર્વ વિમાનની ઘંટાઓને અવાજ થવા લાગે તેથી વિમાનના દેવતાઓ સાવધાન થઈ ત્યાં આવ્યા. તેમને ઈન્દ્રના સેનાધિ પતિએ કહ્યું, “હે દેવતાઓ ! ઈન્દ્ર આજ્ઞા કરે છે કે દેવી વગેરે