________________
૧૮૪
ધ્યાને રહ્યા. ઘાતી કર્મને ક્ષય થતાં, ફાગણ વદ બાસ્સના દિવસે, પ્રભુને કેવળજ્ઞાન થયું. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ પુર્વકારે પ્રવેશ કરી, ચાલીશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ કરી, “નમે તિત્યસ” કહી, સિંહાસન પર બેસી દેશના દીધી. દેશના સાંભળી લેકેએ યથાશક્તિ ત્રત લીધાં. અશ્વાવ બોધ તીર્થ
એક દિવસ વિહાર કરતા પ્રભુ ભુગુચ્છ (ભરૂચ) પધાર્યા. તે નગરને જિતશત્રુ રાજા અશ્વ ઉપર બેસી પ્રભુને વંદન કરવા આવ્યું. તે વખતે જિતશત્રુ રાજાના અવે ઊંચા કાન કરી પ્રભુની દેશના સાંભળી, દેશનાને અને ગણધર ભગવતે પ્રભુને પૂછયું, “વામી આ સમવસરણમાં અત્યારે કોણ ધર્મ પામ્યું ?” પ્રભુ બેલ્યા, “જિત શત્ર રાજાના અશ્વ સિવાય બીજું કોઈ ધર્મ પામ્યું નથી.” તે સાંભળી જિત શત્ર રાજા બોલ્યા, “પ્રભુ ! એ અશ્વ કોણ છે તે કૃપા કરીને કહો.” પ્રભુ બોલ્યા, “પદિમની જેડ નગરમાં જિનધર્મનામે એક શેઠ હતા. તેને સાગરદત્ત નામે મિત્ર હતો. એક વખત તેણે વ્યાખ્યાનમાં સાંભળ્યું કે જે અરિહંત પ્રભુના બિબ કરાવે તે જન્માંતરમાં મેક્ષ મળે એવો ધર્મ પાળે. તે સાંભળી સાગર દત્તે એક સોનાનું બિંબ કરાવી ધામધુમથી સાધુ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સાગરદત્ત મિથ્યાત્વી હતું. તેથી તેણે નગરની બહાર પૂર્વે એક શિવાલય કરાવ્યું હતું. એક દિવસ ઉત્તરાયનનું પર્વ આવતાં સાગરદત્ત ત્યાં ગયો. ત્યાં શિવના પૂજારીઓ ઘતપૂજાને માટે પ્રથમથી સંગ્રહી રાખેલ ઘીના ઘડા ત્વરાથી ખેંચતા હતા. ઘણા દિવસથી પડી રહેલા ઘડાની નીચે, પીંડાકાર થઈને ઘણી ઉધાઈ ચાંટી હતી. તે ઘડા લેવાથી માર્ગમાં પડી જતી હતી. તે ઉધઈને ચગદાતી જઈ સાગરદત્ત દયાથી વસ્ત્ર વડે તેને ખસેડવા લાગ્યું. તે જોઈ એક