________________
૧૮૫ પૂજારી બોલ્યા, “શું તને જૈન મુનિઓએ આ નવી શિક્ષા આપી છે?” એમ કહી તેણે ઉધઈને પગવડે ચગદી નાંખી. સાગરદત્ત વિલખ થઈ તેઓના આચાર્ય સામુ જેવા લાગે. આચાર્યું પણ તે પાપની ઉપેક્ષા કરી, ત્યારે સાગરદત્તે વિચાર્યું. “આ નિર્દય પાપીઓને ધિક્કાર છે. આવા ગુરૂઓ પોતે દુર્ગતિમાં જાય છે. અને બીજાઓને લઈ જાય છે. આમ ગુરૂઓ ઉપર અશ્રદ્ધા રાખતા છતાં આગ્રહથી શિવપૂજા કરતો હતો. તેથી સમક્તિ પામ્યા હતો. અને આયુષ્ય પૂર્ણ થતાં, મૃત્યુ પામીને સાગરદત્તને જીવ આ અશ્વ થયો છે, તેને બંધ કરવા માટે જ હું અહિં આ છું. પૂર્વ જન્મમાં તેણે જિન પ્રતિમા કરાવી હતી. તેથી જ તે ક્ષણવારમાં બેધ પામ્યું છે. ભગવાનના આ વચન સાંભળી રાજાએ અશ્વને ખમાવ્યો. ત્યાર પછી ભરૂચ અશ્વાવ બેધ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. કાર્તિક શેઠનું વૃત્તાન્ત | મુનિસુવ્રત પ્રભુ એક વખત હસ્તીનાપુર પધાર્યા. આ નગરમાં ગરિકનામે એક તાપસ હતો. ત્યાં ને રાજા તાપસ ભક્ત હેવાથી તેને જમવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તાપસે કહ્યું,
હે રાજન! કાર્તિક શેઠ મને ભેજન પીરસશે તો હું તમારે ઘેર પારણું કરીશ” રાજા તે વાત સ્વીકારીને કાર્તિક શેઠને ઘેર ગ અને શેઠની પાસે માગણી કરી કે તમારે મારે ઘેર આવી ગરિક પરિવ્રાજકને પીરસવું. શેઠે કહ્યું, “હે સ્વામી! એવા પાખંડી પરિવાજને પીરસવું તે અમારે યુક્ત નથી, તથાપિએ કાર્ય તમારી આજ્ઞાથી કરીશ.” એમ કહી તેમ કરવાનું સ્વીકાર્યું. પછી શેઠ વિચારવા લાગ્યા, “જે પ્રથમથી દીક્ષા લીધી હેત તો આ કાર્ય કરવું ન પડત” એવો ખેદ કરતે કાર્તિક શેઠ યોગ્ય