________________
રા
માંડયા આ સર્વ મુનિઓ ત્યાં ને ત્યાં અંતકૃત કેવળી થયા છેવટે રકંઇકને પણ પીલી નાખ્યો. મરતી વખતે રકંદકે નિયાણ બાંધ્યું કે,
હું આ દંડક, પાલક, એના કુળ અને રાજ્યને નાશ કરનાર થાઉં.” કાળ ધર્મ પામી રકંદક મુનિ અગ્નિકુમાર નામે દેવ થયે તેણે પાલક, દંડક અને નગરજનેતે બાળીને ભસ્મ કરી દીધા તે દિવસથી કુંભકારકટ નગર દંડકારણ્ય બન્યું.
દંડક અનેક યોનિઓમાં પરિભ્રમણ કરીને અને અહીં ગીધ જાતિના રોગિષ્ટ પક્ષીપણે ઉત્પન્ન થયો આ જટાયુ તમને ઉપયોગી થશે.”
પછી જટાયુ સાથે રામ, લક્ષ્મણ અને જાનકી રથમાં બેસી આગળ ચાલ્યા ચંદ્રહાસ ખડગ વડે શબુકને લક્ષમણુથી થયેલો
શિરચ્છેદ એ અરસામાં ખર અને ચંદ્રણખાને પુત્ર શંબુક ચંદ્રહાસ નામના ખડગને સાધવા માટે જંગલમાં તપ કરવા ચાલી નીકળે
ત્યાં જંગલની અંદર આવેલી એક ગાઢ વાંસની ગુફામાં એણે પિતાનું તપ આદર્યું. બાર વર્ષ અને ચાર દિવસ સુધી એણે તપ કર્યું. એના ઉગ્ર તપના બળે ચંદ્રહાસ ખડગ આકાશમાં પ્રકાશ ફેલાવતું વાંસ ગુફા નજીક આવ્યું.
એજ વખતે ત્યાં લક્ષમણ અચાનક આવી પહોંચે. એના એવામાં પેલું ખડગ આવ્યું. તરત જ લક્ષ્મણે તે ખડગ હાથમાં લીધું અને વંશજાળ ઉપર ઘા કર્યો. આથી એ વંશ જાળમાં રહેલા શંબુકનું માથું કપાઈ ગયું અને લક્ષ્મણના પગ પાસે તે મસ્તક આવીને પડયું. ગુફામાં પ્રવેશ કરી લમણે જોયું તે વડની ડાળી પર માથા વિનાનું ધડ તેણે લટકતું જોયું. નિરપરાધી