________________
૨૬૫ કાંઈક વિચારીને કહ્યું, “જે તમારી પાસેથી ખડગ રત્ન લઈ લેશે અને સિદ્ધાયતનમાં વંદન કરતાં જેની ઉપર દેવ પુષ્પવૃષ્ટિ કરશે, તે પુરુષ આ તમારી પુત્રી રત્નવતીને પરણશે” મારી પાસેથી પણ ખડગ રત્ન આંચકી લેશે એવો અદ્દભુત પરાક્રમી મારે જામાત્રા થશે, એમ જાણી પ્રસન્ન થયેલા રાજાએ નિમિત્તિયાને ખુશી કરી વિદાય આપી.
સુમિત્રને અપર માતાએ આપેલું ઝેર આ અરસામાં ચક્રપુર નગરમાં સુગ્રીવ નામને રાજા રાજય કરતો હતો. તેને યશસ્વી અને ભદ્રા નામની બે રાણીઓ હતી. ચશરવતીને સુમિત્ર નામને પુત્ર હતા. ભદ્રાના પુત્રનું નામ પદ્મ હતું. સુમિત્ર ગુણવાન અને ભદ્રિક પ્રકૃતિને હવે પદમ ક્રૂર અને અવિનયી હતા. એક વખત ભદ્રારાણીએ વિચાર કર્યો. “જ્યાં સુધી સુમિત્ર જીવતે છે ત્યાં સુધી મારા પુત્રને રાજય મળશે નહિ.” એમ વિચારી તેણે સુમિત્રને ઝેર આપ્યું. રાજાને આની તરત ખબર પડી. તેણે ભુવા, વૈદ્યો લાવ્યા પણ ઝેર ન ઉતર્યું. “ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું છે” એ વાતની ખબર નગરજનેને પડી ગઈ તેથી ભદ્રા નાસી ગઈ રાજાએ પુત્રને નિમિત્તે અનેક પ્રકારે જિનપૂજા અને શાંતિ પૌષ્ટિક કર્મ કરાવ્યાં પુત્રના સગુણ સંભારી સંભારી રાજા વિલાપ કરવા લાગે. ચિરાગતિએ સુમિત્રાને આપેલું જીવતદાન
એ વખતે ચિત્રગતિ વિદ્યાધર આકાશમાં કીડા નિમિત્તે ફરતે હતે તે વિમાન સહિત ત્યાં આવી ચડે. તેણે આખા નગરને શેકાતુર જોયું. પછી વિષે સંબંધી સર્વ વૃત્તાન્ત સાંભળી તે વિમાનમાંથી નીચે ઉતર્યો અને વિદ્યાથી મંત્રિત જળ વડે તેણે કુમારની ઉપર સિંચન કર્યું. તત્કાળ નેત્ર ઉઘાડી સ્વસ્થ હૃદયે