________________
ર૭૩ બેચર રાજાઓથી વીંટાયેલે ભૂચર, બેચર સેન્યથી ભૂમિ અને આકાશને આચ્છાદન કરતે અપરાજિત કુમાર સિંહપુર આવી પહે. હરિનંદી રાજાએ સામા જઈને કુમારને આલિંગન કરી ખોળામાં બેસાડી વારંવાર તેના મસ્તક પર ચુંબન કર્યું. પછી માતાએ નેત્રમાં અશ્ર લાવી પ્રણામ કરતા કુમારની પૃષ્ઠ ઉપર કર વડે સ્પર્શ કર્યો અને તેના મસ્તક પર ચુંબન કર્યું. પ્રીતિમતી વગેરે વધૂઓએ પોતાના સાસુ સસરાના ચરણમાં નમી પ્રણામ ક્ય એટલે વિમળબોધે તેમનાં નામ લઈ લઈ સૌને ઓળખાવી પછી અપરાજિતે સાથે આવેલા ભૂચર અને ખેચરોને વિદાય આપી અને પોતે માતાપિતાને આનંદ આપતે ત્યાં રહી સુખે કીડા કરવા લાગે.
અપરાજિતની દીક્ષા અને સ્વર્ગારેહણ અન્યદા હરિનંદી રાજાએ અપરાજિતકુમારને ગાદીએ બેસાડી દીક્ષા લીધી. અપરાજિત રાજાને પ્રીતિમતી પટ્ટરાણી થઈ, વિમળબેધ મંત્રી થયા અને બે અનુજ બંધુઓ મંડલેશ્વર થયા અપરાજિત રાજાએ પ્રથમથી સર્વ રાજાઓને દબાવ્યા હતા તેથી તે સુખે રાજય કરવા લાગે. નવીન ચ, રથયાત્રાઓ અને ધાર્મિક કાર્યો કરવા પૂર્વક અપરાજિત રાજા કાળ નિર્ગમન કરે છે તેવામાં તેણે એક શ્રેષ્ઠિ પુત્રને આનંદપૂર્વક સુખ ભોગવતો જોયે, પણ બીજે જ દિવસે તેણે તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા આથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયું. તેથી તેણે પ્રીતિમતી રાણી, વિમળબંધ મંત્રી અને સૂર અને સોમ નામના બે ભાઈઓ સાથે દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી ચારે જણ અગિયારમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.