________________
એક વખતે ભગવાન પાર્શ્વનાથ મહેલ ઉપર ઝરૂખામાં બેસી નગરનું અવલોકન કરતા હતા તેવામાં પુષ્પ વગેરે પૂજની સામગ્રી સાથે નગરના લેકે એક દિશા તરફ જતા દેખી પાસે ઊભેલા સેવકને પૂછયું, “આ લેકે ક્યાં જાય છે?” તેણે કહ્યું, “કેઈક ગામડામાં રહેનાર કમઠનામને બ્રાહ્મણને પુત્ર હતો. નાનપણમાં તેના માતાપિતા મરી ગયા હતા. દરિદ્ર અને નિરાધાર થઈ ગયેલા કમઠ ઉપર દયા લાવી લેક તેનું ભરણપોષણ કરતા હતા. એક વખત રત્નજડિત ઘરેણાથી વિભૂષિત થયેલા નગરના લોકેને દેખી કમઠે વિચાર્યું, “અહો ! આ સઘળી રિદ્ધિ પૂર્વજન્મના તપનું ફળ છે. માટે હું તાપસ થઈ તપ કરૂં' એમ વિચારી કમઠ પંચાગ્નિ તપ વગેરે કષ્ટ ક્રિયાઓ કરનારે તાપસ થે. હે સ્વામી તેજ મઠ તાપસ ફરતે ફરતે નગરની બહાર આવે છે, તેની પૂજા કરવા આ લેકે જાય છે.”
આ પ્રમાણે સાંભળી પાર્શ્વનાથ પ્રભુ પણ તેને જોવા પરિવાર સહિત ગયા. ત્યાં તીવ્ર પંચાગ્નિના તાપથી તપ કરી રહેલ કમઠ પ્રભુના જોવામાં આવ્યું. તે સ્થળે અગ્નિકુંડમાં નાખેલા કાષ્ઠની અંદર બળતા એક મોટા સપને ત્રણ જ્ઞાનધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પિતાના જ્ઞાનથી જોયે, તેથી કરૂણા સાગર પ્રભુ બોલ્યા કે,
હે અજ્ઞાન ! અહે અજ્ઞાન ! હે તાપસ ! તું દયા વગરનું આ ગટ કષ્ટ શા માટે કરે છે? જે ધર્મમાં દયા નથી, તે ધર્મ આત્માને અહિત કર થાય છે. કહ્યું છે કે, દયા રૂપી મોટી નદીને કાંઠે ઊગેલા તૃણના અંકુર સરખા બધા ધર્મ છે, જે તે દયા રૂપી નદી સૂકાઈ જાય, તે તે તૃણકર સમાન ધમે કેટલી વાર સુધી ટકી શકે? માટે હે તપસ્વી ! દયા વિના વૃથા કલેશકારક કષ્ટ શા માટે કરે છે ?”