________________
૪૦૨
ધ્યાને રહ્યા. તેવામાં તે નગરના રાજા ઈશ્વરને સેવકે સમાચાર આપ્યા કે પ્રભુ અહીં કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. ભગવાનને વાંદવા રાજા હર્ષભેર આવ્યું. ભગવાનને દેખતાં તેનું મગજ ભમવા લાગ્યું અને તે મૂછ ખાઈ જમીન ઉપર પડે. મૂછ ઉતરતાં તે બેલ્યો કે, “મને પ્રભુને દેખી જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. હું પૂર્વભવમાં વસંતપુર નગરમાં દત્ત નામને બ્રાહ્મણ હતા. કેઢ રેગથી કંટાળી હું જીવનને અન્ત આણવા ગંગામાં ડુબી મરવા ગયો કે તુર્ત આકાશમાર્ગે જતા મુનિએ મને રક. મુનિ નીચે ઉતર્યા અને મને કહેવા લાગ્યા કે દુઃખનું ઔષધ મૃત્યુ નથી પણ ધર્મ છે. મેં તેમની પાસેથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો.
“એક વખત હું જીનમંદિરે ગયા. ત્યાં મેં પ્રભુનાં દર્શન કર્યા અને ત્યારબાદ મુનિને વંદન કરી તેમની પાસે બેઠો. આ સમયે પુષ્પકલિક નામના એક શ્રાવકે મુનિને પૂછયું, “આવા રોગી માણસે દેરાસરમાં આવી શકે ખરા?” મુનિએ જવાબ આપ્યો કે
અવગ્રહનું પાલન અને આશાતનાને ત્યાગ કરી ખુશીથી આવી શકે.” પછી પુષ્પકલિકે મુનિને પૂછયું, “આ માણસ મરીને કઈ ગતિ પામશે ?” મુનિએ જવાબ આપે. “આ દત્ત બ્રાહ્મણ મરી મરઘે થશે.” આ શબ્દો સાંભળી હું રડી પડે, અને કહેવા લાગે કે “ભગવન્ત ! આ ભવમાં તે હું કઢથી પીડાઉં છું. અને આવતા ભવમાં તિર્યંચ થઈશ. ભગવાન ! મારે કોઈ તરવાને ઉપાય નહીં હિય?” મુનિએ જવાબ આપે, “તારે બહુ શેક કરવાનું કારણ નથી. તિર્યંચના ભવમાં તને મુનિને દેખી જાતિ સ્મરણ જ્ઞાન થશે અને ત્યાં તું અનશન કરી મૃત્યુ પામી રાજપુર નગરને રાજા થઈશ. પ્રભુ દર્શનના પ્રતાપે મને આ પૂર્વભવે યાદ આવ્યા છે.”
પ્રભુએ કાઉસ્સગ પાળી વિહાર કર્યો. પણ રાજાએ આ સ્થાનની સ્મૃતિ માટે એક ચિત્ય બંધાવ્યું અને તેમાં પાર્શ્વ પ્રભુની પ્રતિમાને પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપના કરી. તે દિવસે આ સ્થાન