________________
૪૫
કુટેશ્વર નામના તીર્થ તરીકે જાણીતું થયું અને ત્યાં વસાવેલું નગર કુર્કટેશ્વર નગર કહેવાયું. પાથ પ્રભુને થયેલા ઉપસર્ગો
પાર્થપ્રભુને થયેલા ઉપસર્ગો બે પ્રકારના હતા-અનુકૂળ અને પ્રતિકૂળ. દેવ દેવીઓએ નાટક દેખાડવાં, દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભેગની પ્રાર્થના કરવી વગેરે અનુકૂળ ઉપસર્ગો કહી શકાય. દેવ, મનુષ્ય વગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા વગેરે પ્રતિકૂળ ઉપસર્ગોની કોટિમાં મૂકી શકાય. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી આવા પ્રકારના ઉત્પન્ન થયેલા તે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને પ્રભુએ નિર્ભયપણે, દીનતારહિતપણે અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. ઉપસર્ગ કરનાર ઉપર પ્રભુ ગુસ્સે થયા નહિ. પાર્શ્વનાથ પ્રભુને થયેલ ઉપસર્ગોમાં કમઠે કરેલે ઉપસર્ગ નીચે જણાવ્યા પ્રમાણે થયે.
વિહાર કરતાં કરતાં પ્રાર્ધપ્રભુ એક વખતે કઈ તાપસના આશ્રમમાં પધાર્યા, અને ત્યાં રાત્રિએ કૂબાની નજીકમાં વડવૃક્ષ નીચે પ્રતિમા ધ્યાને સ્થિત થયા. હવે પેલે કમઠ તાપસ મરીને મેઘમાલી દેવ થયા હતા, તેણે આ અવસરે પ્રભુને ધ્યાન મગ્ન જોયા. તે નીચ દેવ પૂર્વભવનું વૈર સંભારી પ્રભુને ઉપદ્રવ કરવા તત્કાલ ત્યાં આવ્યા. મેઘમાલી દેવે પાર્થ પ્રભુને કરેલ ઉપસર્ગ
ક્રોધથી ધમધમી રહેલા તે નીચ દેવે વેતાલ, સિંહ, વીંછી, સર્પ વગેરે જુદાં જુદાં રૂપ વિકુવ, તેઓ વડે પ્રભુને ઘણું ઉપસર્ગો કર્યા છતાં ધ્યાનમાં લીન રહેલા પ્રભુ તે ઉપસર્ગોથી જરાપણ ક્ષોભ પામ્યા નહિ. પ્રભુની આવી દઢતા જોઈ મેઘમાલીને ઉલટે વધારે ક્રોધ ચડ; તેથી તેણે આકાશમાં કાળરાત્રિ જે ભયંકર મેઘ વિકવ્યું. તેમાં યમદેવની જીભ સમાન વીજળીઓ ચારે દિશામાં ચમકવા લાગી. બ્રહ્માંડ ફાટી જાય એવી ઘોર ગર્જનાઓ થવા લાગી, અને તે મેઘ કમ્પાંત કાળના મેઘની પેઠે મુશળધારાએ વરસવા લાગ્યા.