________________ મૂ 28ષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાન્તિ, કે શું, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્વ, વર્ધમાનાના જિના: શાતા: શાન્તિકરા ભવતુ સ્વાહા જેમના રાગદ્વેષરૂપી દોષો ક્ષીણ થઇ ગયા છે એવા વીતરાગ દેવની ભકિત કરવાથી આરોગ્ય, સમ્યગ દર્શનનો લાભ અને સમાધિમરણ પામી શકાય છે. દેવાધિદેવની સંતુતિ કરવાથી અનેક જન્મોની પરંપરાથી બંધાયેલું પ્રાણીઓનું પાપ ક્ષણવારમાં નાશ પામે છે. જેમ લોકમાં, તીવ્ર અગ્નિના સંયોગથી ખાણમાંથી નીકળેલું સોનું આદિ ધાતુઓ શુદ્ધ બને છે, તેમ જીનેશ્વર દેવના ધ્યાનથી ભવ્ય પ્રાણીઓ ક્ષણવારમાં શરીરને છોડી દઇ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. હે પ્રભુ ! આપના ચરણ કમળની મારે ભવોભવ સેવા હોજો. તમને પ્રણામ કરવાથી મને દુ:ખને ક્ષય, કર્મોનો ક્ષય, સમાધિમરણ અને સમ્યકત્વનો લાભ થાઓ. સિદ્ધાણં બુદ્ધાણં પારગયાણ પર પર ગયા | લાઅષ્ણ મુવીયાણં નમે સયા સવ સિદ્ધાણં ચંદ્રો કરતાંયે અત્યંત નિર્મળ, સૂર્ય કરતાંયે અધિક પ્રકાશ ફેલાવનારા, મોટામાં મોટા સમુદ્રથીએ ખૂબ ગંભીર એવા હે સિદ્ધો ! મને મોક્ષ આપો. જેના પ્રભાવથી જગતમાં વિજય પ્રાપ્ત થાય છે, સાત અંગવાળું રાજ્ય મળે છે અને સૌભાગ્યને લાભ થાય છે, તેમજ પરભવમાં દેવેન્દ્રપણું અને ચક્રવર્તીપણું મળે છે તે શ્રી સિદ્ધચક્ર ભગવંત અમને સિદ્ધિ આપો. | સિદ્ધચક્રની આરાધનામાં ઉદ્યત એવા ભકિતશાળી આત્માઓ જે જે વસ્તુની ઈચ્છા કરે છે તે તે પ્રાપ્ત કરે છે. સિદ્ધચક્રની આરાધનાથી શ્રી જિનશાસનનું સમ્યક આરાધન થાય છે કારણ કે આ જિનશાસનના સારભૂત કહેવાય છે. ચારિ સરણ પવજજામિ અરિહંતે સરણે પવન્જામિ, સિધ્ધ સરણ પવનજામિ, સાહુ સરણ પવજામિ, કેવલિ–પન્નત ધમ્મ’ સરણ ૫વજામિ.