Book Title: Trevis Tirthankar
Author(s): Chimanbhai B Sheth
Publisher: Chimanbhai B Sheth

View full book text
Previous | Next

Page 428
________________ ૪૦૧ પછી તે હાથીએ સરોવરમાં સ્નાન કરી, કમલના પુષ્પ લઈ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ, તેમની પુષ્પ પૂજા કરી, પિતાના આત્માને ધન્ય માનતે સ્વસ્થાને ગયો. પછી દેવોએ પણ પ્રભુની પૂજા કરી. આ અરસામાં કોઈએ ચંપાનગરીના રાજા કરકંડુને ખબર. આપી કે નજીકમાં પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. કરકંડુ ભગવાનના કાઉસ્સગ્ય સ્થાને આવ્યું અને ભગવાનને વંદન કર્યું પણ પ્રભુ તા. ધ્યાન ધરતા મૌન રહ્યા. પ્રભુના વિહાર બાદ સ્મૃતિ ચિન્હ તરીકે કરસંડુ રાજાએ ત્યાં એક પ્રાસાદ બંધાવ્યો અને નવહાથની પ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપના કરી. તે દિવસે તે સ્થાન કલિકુંડ તીર્થ નામે પ્રસિદ્ધ થયું. પ્રભુની પૂજા કરનાર હાથી મૃત્યુ પામી. આ તીર્થને રક્ષક વ્યંતરદેવ થયા. ત્યારથી આ તીર્થ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારિક બન્યું. અહિછત્રા તીર્થ પાર્થપ્રભુ પ્રામાનુગ્રામ વિચરતા શિવપુરી નગરીના કોશાખ. નામના વનમાં પધાર્યા અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ સમયે દેવલેકમાં ધરણેન્દ્ર પિતાને મળેલી દેવઋદ્ધિ જોઈ વિચારવા લાગ્યા કે આ ઋદ્ધિ મને કયા કર્મથી મળી. અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં તેને પ્રભુને પૂર્વભવનો ઉપકાર યાદ આવ્યું. તે તુરત ભગવાનના કાઉસગ્ગ સ્થાને આવ્યો. પ્રભુને ધૂમધખતા તડકામાં ઊભેલા જોઈ, ભક્તિથી સહસ્ત્રફણાવાળું નાગરૂપ ધરી પ્રભુના મસ્તક ઉપર રહ્યો અને ભગવાન ઉપર છાયા વિસ્તારી તડકાને દૂર કર્યો. નિમોહી ભગવાને કાઉસ્સગ પૂરો થયા પછી ત્યાંથી વિહાર કર્યો. પણ તે. સ્થાને જતે દિવસે, લોકેએ એક નગર વસાવ્યું જે અહિ છત્રાનગરી તરીકે પ્રસિદ્ધ થયું, અને ત્યાં જે જિનમંદિર બંધાવ્યું તે અહિ છત્રા તીર્થ તરીકે જાણીતું થયું. કુર્કટેશ્વર તીર્થ વિહાર કરતાં કરતાં પ્રભુ રાજપુર નગર નજીક કાઉન્સ.

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434