________________
૩૯૬
અશ્વસેન રાજા સાચા ક્ષત્રિય હતા એટલે તેમણે મદદ મોકલવાને નિર્ણય કર્યો અને તે માટે સૈન્યને તયાર કર્યું. એ વખતે પાર્થ"કુમારે પિતાને પ્રણામ કરી નમ્રતાપૂર્વક જણાવ્યું કે યુદ્ધમાં અજોડ એવા આપને કુશસ્થલ સુધી જવાની જરૂર નથી. આજ્ઞા હોય તે હું જ આ રીન્યની સરદારી લઈ ત્યાં જઈશ અને યવનરાજની સાન ઠેકાણે લાવીશ.
પુત્રના અતિ આગ્રહને પિતાએ નમતું આપ્યું પાર્શ્વકુમાર વારાણસીના લશ્કરની સરદારી લઈ કુશસ્થલ ગયા અને નજીકના પહાડની છાયામાં સકરે મુકામ કર્યો. - દુશ્મનને પ્રથમ ચેતવણી આપવી અને તે ન સમજે તે જ તેની સાથે યુદ્ધ કરવું એ ક્ષત્રિની નીતિ હતી. તેથી પાકુમારે બીજા દિવસે સવારે એક દૂતને બધી વાતની સમજ આવી યવનરાજ પાસે મોકલ્યા. આ દૂતે યવનરાજ પાસે પહેંચી જણાવ્યું કે “હે રાજન ! વારાણસીના મહારાજકુમાર શ્રી પાર્શ્વ તમને મારા મારફત કહેવડાવે છે કે પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કર્યું છે માટે તેમની સાથે લડવાનું છોડી દો અને જલદી તમારા ઠેકાણે પાછા ચાલ્યા જાઓ જો વિના વિલંબે તેમ કરશો તે તમારો અપરાધ માફ કરવામાં આવશે.” કલિંગરાજે ઘેરે ઉઠાવી લીધો
યવનરાજે પહેલાં તે પાશ્વકુમાર સાથે લડી લેવાનો નિર્ણય કર્યો પણ એક વૃદ્ધ મંત્રીની સલાહ માની પાર્શ્વકુમાર પાસે મૈત્રીની માગણી કરી. પાશ્વકુમારે તે રવીકારી અને કલિંગરાજા ઘેરે ઉઠાવી સ્વદેશ પાછા ફર્યા.
યવનરાજે ઘેર ઊઠાવી લીધા. કુશસ્થલની પ્રજા હર્ષ ઘેલી બની. રાજા પ્રસેનજીત અને પ્રભાવતીના આનંદનો પાર રહ્યો નહિ